The Vaccine War: બોક્સ ઓફિસ પર ખરાબ દેખાવ, ઓસ્કાર લાઈબ્રેરીમાં મળ્યું વિશેષ સ્થાન

The Vaccine War: ધ કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ધ વેક્સિન વોર (The Vaccine War) બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મમાં નાના પાટેકર, પલ્લવી જોશી જેવા કલાકારોને લેવામાં આવ્યા છે. ધ વેક્સિન વોર બોક્સ ઓફિસ કલેક્શન મામલે ખૂબ ધીમી ઝડપે આગળ વધી રહી છે પરંતુ […]

Share:

The Vaccine War: ધ કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ધ વેક્સિન વોર (The Vaccine War) બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મમાં નાના પાટેકર, પલ્લવી જોશી જેવા કલાકારોને લેવામાં આવ્યા છે.

ધ વેક્સિન વોર બોક્સ ઓફિસ કલેક્શન મામલે ખૂબ ધીમી ઝડપે આગળ વધી રહી છે પરંતુ મેકર્સ માટે ખુશીની વાત એ છે કે, ફિલ્મને ઓસ્કાર લાઈબ્રેરી (Oscar library)ના ‘એકેડમી કલેક્શન’ માટે પસંદ કરવામાં આવી છે. ધ વેક્સિન વોરનું અત્યાર સુધીનું કલેક્શન 10 કરોડથી પણ ઓછું માત્ર 8.5 કરોડ રૂપિયાનું છે.

વધુ વાંચો: ધ વેક્સીન વોર ફિલમનું પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન, જાણો કેટલી કમાણી કરી?

The Vaccine Warને ઓસ્કાર લાઈબ્રેરીમાં સ્થાન

ઓસ્કાર દ્વારા ફિલ્મ ધ વેક્સિન વોરમાં રસ દાખવવામાં આવ્યો છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીઝની લાઈબ્રેરી દ્વારા ફિલ્મ ધ વેક્સિન વોર (The Vaccine War)ની સ્ક્રિપ્ટની માગણી કરવામાં આવી છે. ફિલ્મ ધ વેક્સિન વોરની સ્ક્રિપ્ટને ઓસ્કાર લાઈબ્રેરી (Oscar library)માં રાખવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી કે ફિલ્મ મેકર્સ તે વાંચી શકે. 

ભારતીય ફિલ્મોને ઓસ્કાર લાઈબ્રેરીમાં સ્થાન

આમિર ખાનની ફિલ્મ લગાન, કપિલ શર્માની જ્વિગાટો, અક્ષય કુમારની એક્શન રિપ્લે અને શાહરૂખ ખાનની કભી અલવિદા ના  કહના જેવી ફિલ્મોને પણ અગાઉ ઓસ્કાર લાઈબ્રેરી (Oscar library)માં સ્થાન મળી ચુક્યું છે. 

વધુ વાંચો: PM મોદીએ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોરની પ્રશંસા કરી

જાણો શું છે ધ વેક્સિન વોરની વાર્તા

વિવેક રંજન અગ્નિહોત્રીએ ફિલ્મ ધ વેક્સિન વોરમાં કોરોના વેક્સિન બનાવનારા વૈજ્ઞાનિકોની વાર્તા રજૂ કરી છે. આ ફિલ્મ દ્વારા વુમન પાવરને પણ ખૂબ શાનદાર રીતે રજૂ કરવામાં આવ્યો છે. રિવ્યુ પ્રમાણે આ ફિલ્મનો પહેલો ભાગ ખૂબ બોરિંગ છે પણ પાછળનો ભાગ રસપ્રદ છે. 

વિવેક રંજન અગ્નિહોત્રીએ પોતે જ સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મને ઓસ્કાર લાઈબ્રેરીમાં સ્થાન મળ્યું તે સમાચાર જાહેર કર્યા હતા. તેમણે ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીઝ લાઈબ્રેરીના ઈમેઈલનો સ્ક્રિનશોટ શેર કરીને આ માહિતી આપી હતી. 

વિવેક રંજન અગ્નિહોત્રીએ પોસ્ટમાં લખ્યું હતું કે, “મને ગર્વ છે કે, ધ વેક્સિન વોરની સ્ક્રિપ્ટને ઓસ્કાર લાઈબ્રેરી દ્વારા એકેડમી કલેક્શન માટે ઈન્વાઈટ અને એક્સેપ્ટ કરવામાં આવી. મને ખુશી છે કે, 100 વર્ષ સુધી વધુને વધુ લોકો ઈન્ડિયન સુપરહીરોઝની આ કમાલની વાર્તા વાંચશે.”

વિવેક રંજન અગ્નિહોત્રીએ જે ઈમેઈલનો સ્ક્રિનશોટ શેર કર્યો છે તેમાં ઓસ્કાર લાઈબ્રેરી (Oscar library)ના કલેક્શનનું કન્ટેન્ટ માત્ર રીડિંગ રૂમમાં સ્ટડી માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તે સ્ક્રિપ્ટ ક્યાંય સર્ક્યુલેટ નથી થતી અને તેની કોપી કરવાની મનાઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.