Uttarkashi tunnel rescue: ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવી લેવાતા આ સેલેબ્સે રેસ્ક્યુ ટીમને અભિનંદન પાઠવ્યા

17 દિવસ બાદ રેસ્ક્યુ ટીમે 41 મજૂરોને ટનલમાંથી બહાર કાઢ્યા

Courtesy: Image: Twitter

Share:

 

Uttarkashi tunnel rescue: ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાંથી ફસાયેલા તમામ 41 મજૂરોને 17 દિવસ બાદ બચાવ ટીમે સફળતાપૂર્વક બચાવી લીધા છે. બોલિવૂડ સેલેબ્સે આ મોટી સફળતા પર બચી ગયેલા તમામ લોકો અને રેસ્ક્યુ (Uttarkashi tunnel rescue) ટીમને અભિનંદન પાઠવ્યા છે. બચાવવામાં આવેલા મજૂરોને ચિન્યાલીસૌર હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. 

અક્ષય કુમારે Uttarkashi tunnel rescue ટીમને સલામ કર્યું હતું

અક્ષય કુમારે મંગળવારે મોડી રાત્રે X પર રેસ્ક્યુ (Uttarkashi tunnel rescue) મિશનની તસવીર શેર કરીને ટીમને સલામ કર્યું હતું. તેમણે કેપ્શનમાં લખ્યું, "મને 41 ફસાયેલા લોકોને બચાવવા વિશે જાણીને ખૂબ જ આનંદ થયો. હું ખૂબ જ રાહત અનુભવી રહ્યો છું. બચાવ ટુકડીના દરેક સભ્યને સલામ. તમે એક મહાન કામ કર્યું છે. આ એક નવું ભારત છે અને અમે બધા ગર્વ અનુભવીએ છીએ. જય હિંદ."

 

હાસ્ય કલાકાર વીર દાસે X પર પોસ્ટ કર્યું, “વિજ્ઞાન, હૃદય અને માનવતા માટે એક સાથે આવવું કેટલું સુંદર છે. આ અદ્ભુત કામગીરી માટે દરેક બચાવ કાર્યકરને શુભેચ્છા."

 

બિગ બીએ રેસ્ક્યુ ટીમનો આભાર માન્યો

અમિતાભ બચ્ચનના પુત્ર-એક્ટર અભિષેક બચ્ચને પણ આ સફળતાની ઉજવણી કરી હતી અને રેસ્ક્યુ (Uttarkashi tunnel rescue) ટીમને સલામ કરી હતી. તેમણે X પર એક પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે કે, "તમામ રેસ્ક્યુ ટીમ અને તમામ એજન્સીઓને ખૂબ ખૂબ આભાર અને સલામ, જેમણે ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા અમારા 41 મજૂરોને બચાવવા માટે અથાક મહેનત કરી. જય હિંદ."

 

X પર રેસ્ક્યુ (Uttarkashi tunnel rescue)ની કેટલીક ખાસ તસવીરો શેર કરતી વખતે રિતેશ દેશમુખે લખ્યું, "વાહ. અમારી રેસ્ક્યુ ટીમને સલામ કે જેમણે છેલ્લા 17 દિવસથી ફસાયેલા મજૂરોને બચાવવા માટે દિવસ-રાત અથાક મહેનત કરી છે. પરિવારો અને દેશ=ની પ્રાર્થનાઓનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ગણપતિ બાપ્પા મોર્યા."

 

નિમરત કૌરે પણ X પર ઉત્તરકાશી રેસ્ક્યુ (Uttarkashi tunnel rescue) ટીમના વખાણ કર્યા છે. તેમણે લખ્યું, "NDRF, આર્મી, એન્જિનિયર્સ, રેટ હોલ માઈનર્સ દ્વારા કરવામાં આવેલા કામને ખૂબ ખૂબ અભિનંદન અને તમામ ફસાયેલા મજૂરોને બચાવવા માટે તેમના અથાક પ્રયાસો માટે સલામ. આખરે ભગવાનની કૃપાથી ઘણી રાહત અને ખુશી મળી."

 

ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલની અંદરથી બહાર કાઢવામાં આવેલા 41 કામદારોને ચિન્યાલિસૌર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બચાવી લેવાયેલા તમામ 41 મજૂરોને 1-1 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

 

12 નવેમ્બરના રોજ, ટનલના સિલ્ક્યારા બાજુ પર 60 મીટરનો કાટમાળ પડ્યા બાદ ટનલનો એક ભાગ અંદર ખાબક્યો હતો. આ ઘટનામાં 41 મજૂરો બાંધકામ હેઠળના સ્ટ્રક્ચરની અંદર ફસાયા હતા.