Tiger 3: બોક્સ ઓફિસ પર મંગળવાર પડ્યો ભારે, 17મા દિવસે ડૂબી નૈયા

ઓપનિંગ ડે પર ગદર 2નો રેકોર્ડ તોડ્યા બાદ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3એ રણબીર કપૂરની બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ તોડ્યો

Courtesy: Image: Twitter

Share:

 

Tiger 3: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 (Tiger 3)ની રીલિઝને 17 દિવસ વીતી ચુક્યા છે. વર્લ્ડવાઈડ ધમાકેદાર પ્રદર્શન આપનારી કેટરિના કૈફ, ઈમરાન હાશમી અને સલમાનને ચમકાવતી આ ફિલ્મ હવે કાચબાની ગતિએ આગળ વધવા મજબૂર બની છે. સોમવાર બાદ મંગળવાર પણ ટાઈગર 3 માટે ખૂબ દુઃખદ બની રહ્યો હતો. ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર મંગળવારે તે ખૂબ જ ઓછું કલેક્શન મેળવી શકી હતી. 

Tiger 3નો 17મા દિવસે ખરાબ હાલ

સલમાન ખાનની ફિલ્મે ગત વીકેન્ડ પર વર્લ્ડ કપ બાદ સારૂં પ્રદર્શન આપ્યું હતું માટે તે ફરી સ્પીડ પકડશે તેવી આશા બંધાઈ હતી. જોકે 16મા દિવસે સોમવારે આશરે 2.60 કરોડનો બિઝનેસ કરનારી ટાઈગર 3 માટે મંગળવારનો દિવસ બિલકુલ ખાસ નહોતો રહ્યો. 

 

એક અહેવાલ પ્રમાણે ટાઈગર 3 એ રીલિઝના 17મા દિવસે એટલે કે, 28મી નવેમ્બરના રોજ સાંજ પહેલા માત્ર 58 લાખ રૂપિયાનું કલેક્શન મેળવ્યું હતું. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 274.58 કરોડ રૂપિયા નોંધાઈ હતી. જોકે ટાઈગર 3 (Tiger 3)એ વર્લ્ડવાઈડ ખૂબ સારૂં પ્રદર્શન આપ્યું છે અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ 450 કરોડની ક્લબમાં એન્ટ્રી મેળવી લેશે. જ્યારે ડિસેમ્બરમાં ઓટીટી પર પણ આ ફિલ્મ રેકોર્ડ સ્થાપે તેવી શક્યતા છે. 

ટાઈગર 3એ તોડ્યો 'બ્રહ્માસ્ત્ર'નો રેકોર્ડ

ઓપનિંગ ડે પર ગદર 2નો રેકોર્ડ તોડ્યા બાદ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3એ હવે રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બ્રહ્માસ્ત્ર પાર્ટ-1 અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ છે જે વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં નજર આવ્યા હતા. 

 

ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર બ્રહ્માસ્ત્રનું લાઈફ ટાઈમ કલેક્શન 249.57 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3એ 16 દિવસમાં 273.8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને આ રીતે ટાઈગર 3એ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર પણ બ્રહ્માસ્ત્રને પાછડ છોડી દીધી છે. બંને ફિલ્મોના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો બ્રહ્માસ્ત્રએ વર્લ્ડવાઈડ 431 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ટાઈગર 3એ 3 અઠવાડિયા પૂરા થતા પહેલા જ બ્રહ્માસ્ત્રની કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ટાઈગર 3એ અત્યાર સુધીમાં વર્લ્ડવાઈડ 450 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

કેટરિના સાથે અનહોની

હાલમાં જ કેટરિનાએ સોશિયલ મીડિયા પર ફિલ્મના શૂટિંગ સમયે થયેલો ભયાનક અનુભવને શેર કર્યો હતો.તેણે જણાવ્યું હતું કે, તે હેલિકોપ્ટર પર હતી. તે એકદમ અશાંત થઈ ગયું અને નીચે પડવા લાગ્યું એ પળે લાગ્યું હતું કે ભગવાન આ મારા જીવનનો અંત છે.