Tiger 3 Box Office Collection: વર્લ્ડ કપને કારણે રવિવારે માત્ર 10 કરોડની કમાણી

સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3 સ્પાઈ યુનિવર્સની પાંચમી ફિલ્મ છે અને તમામ ફિલ્મો સફળ રહી છે

Courtesy: Image: Twitter

Share:

 

Tiger 3 Box Office Collection: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 વર્ષના સૌથી મોટા તહેવાર પર, રવિવારે દિવાળીના દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રજાના દિવસે અને રવિવારે રિલીઝ થઈ હતી જેથી તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. 

 

જોકે રિલીઝના 8મા દિવસે રવિવારે ટાઈગર 3ના બોક્સ ઓફિસ કલેક્શન (Tiger 3 Box Office Collection) પર ક્રિકેટના મહાસંગ્રામ, ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ મેચની અસર જોવા મળી હતી. 

 

આ ફિલ્મે રિલીઝના દિવસે 44.50 કરોડની કમાણી કરી હતી અને ત્યાર પછી પણ રજાઓ હોવાના કારણે ફિલ્મને ઘણો ફાયદો થયો હતો. આ ફિલ્મે પહેલા સપ્તાહમાં 200 કરોડની કમાણી કરી લીધી છે. ત્યારે ફિલ્મ ટાઈગર 3 માટે બીજો રવિવાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો, પરંતુ વર્લ્ડ કપના કારણે આ ફિલ્મ બીજા રવિવારે ખાસ કોઈ કમાણી નથી કરી શકી.

Tiger 3 Box Office Collection ગયું નીચું

ફિલ્મ ટાઈગર 3 શનિવારે ખાસ કોઈ કલેક્શન નહોતી મેળવી શકી. ફિલ્મ રિલીઝના સાતમા દિવસે શનિવારે 18 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી અને ફિલ્મે ભારતમાંથી 200 કરોડ સુધીની કમાણી કરી છે. ત્યારે રવિવારે, 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપની ફાઈનલ મેચ હોવાના કારણે સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીને ચમકાવતી ફિલ્મ ટાઈગર 3ના કલેક્શન પર અસર થઈ હતી. 

રિલીઝના 8મા દિવસે નિરાશાજનક કમાણી

તમે ઘણી વાર જોયું હશે કે, ફિલ્મ શનિવારે સારી કમાણી કરે છે, પરંતુ રવિવારના દિવસે ખાસ કમાણી કરી શકતી નથી. ફિલ્મ ટાઈગર 3 સાથે પણ કંઈ આ પ્રકારે જ થયું છે. આ ફિલ્મે શનિવારે 18 કરોડનું કલેક્શન કર્યું હતું પરંતુ રવિવારે આ ફિલ્મની કમાણીમાં 8 કરોડનો ઘટાડો થયો છે. 

 

ફિલ્મ રિલીઝના 8મા દિવસે આ ફિલ્મે 10.25 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે 8 દિવસમાં 229.65 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ ગત 12 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી અને વિશ્વભરમાં  ટાઈગર 3ના બોક્સ ઓફિસ કલેક્શન (Tiger 3 Box Office Collection)નો આંકડો 300 કરોડને પાર કરી ગયો છે.

ટાઈગર 3માં ઈમરાન હાશ્મી વિલનના રોલમાં

તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ટાઈગર 3 સ્પાઈ યુનિવર્સની પાંચમી ફિલ્મ છે. આમાં ઈમરાન હાશ્મી વિલન તરીકે ઉભરી આવ્યો છે. તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ પહેલા આ ફ્રેન્ચાઈઝીમાં 'એક થા ટાઈગર', 'ટાઈગર ઝિંદા હૈ', 'વાર' અને 'પઠાણ' જેવી ફિલ્મો બની ચૂકી છે. આશ્ચર્યજનક વાત એ છે કે તમામ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.