Tiger 3: લેન્ડમાર્ક સુધી પહોંચ્યા બાદ પણ 300 કરોડનો આંકડો ચૂકી જશે સલમાનની ફિલ્મ

ફિલ્મની સક્સેસ પાર્ટીમાં સલમાન ખાને ઈમરાન હાશ્મી અને કેટરિના કૈફ સાથે ખૂબ મસ્તી કરી ચર્ચા જગાવી હતી

Courtesy: Image: Twitter

Share:

 

Tiger 3: બુધવાર સુધીમાં 11 દિવસ સિનેમાઘરોમાં રહ્યા બાદ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 (Tiger 3) હવે 250 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. ફિલ્મ આ લેન્ડમાર્ક ખૂબ વહેલો હાંસલ કરી લેશે તેવી આશા હતી પરંતુ આખરે તે ત્યાં સુધી પહોંચવામાં સફળ રહી છે. કોરોના મહામારી બાદ ભાગ્યે જ કોઈ ફિલ્મ અહીં સુધી પહોંચવામાં સફળ રહી છે. 

Tiger 3 ચૂકશે 300 કરોડનો આંકડો

સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી સ્ટારર ટાઈગર 3ના કિસ્સામાં ફાઈનલ ટેલી 275 કરોડના આંકને વટાવી જશે. જોકે આ ફિલ્મ 300 કરોડનો આંકડો ચૂકી જશે તેમ લાગી રહ્યું છે. કારણ કે, મંગળવારે આ ફિલ્મનું કલેક્શન 6.70 કરોડ હતું પરંતુ બુધવારે 5.25 કરોડની કમાણી સાથે ફિલ્મ 5 કરોડના ઝોનમાં આવી ગઈ છે. 

 

તાજેતરમાં મુંબઈ ખાતે ટાઈગર 3ની સક્સેસ મીટ યોજાઈ હતી. મેકર્સ દ્વારા યોજવામાં આવેલી આ ઈવેન્ટમાં સલમાન, કેટરિના અને ઈમરાને ઓડિયન્સ સાથે ખુલીને મસ્તી કરી હતી. આ ઈવેન્ટના અનેક ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. 

સક્સેસ પાર્ટીમાં ભાઈજાનનો કિસિંગ સીન

ઈવેન્ટ દરમિયાન સલમાને જણાવ્યું હતું કે, ફિલ્મમાં કેટરિના છે એટલે થોડો રોમાન્સ તો હોવાનો જ. ત્યાર બાદ સલમાન ખાને ઈમરાન હાશ્મી તરફ જોઈને કહ્યું હતું કે, જો ફિલ્મમાં ઈમરાનનો રોલ આતિશ તરીકેનો ના હોત તો આવું બની જાત... આમ કહીને સલમાન ખાન આગળ વધીને ઈમરાન હાશ્મીને લિપકિસની એક્ટિંગ કરવા લાગે છે. ઉલ્લેખનીય છે કે, ઈમરાન હાશ્મીએ બોલિવુડમાં સીરિયલ કિસર તરીકેની ઈમેજ બનાવી હતી. 

 

ટાઈગર 3 (Tiger 3)ની પાર્ટીમાં સલમાન ખાનની આ હરકત જોઈને કેટરિના કૈફ ઉપરાંત ત્યાં હાજર સૌ કોઈ હસવા લાગ્યા હતા. ઈવેન્ટ દરમિયાન સલમાન ખાન ખૂબ જ મસ્તીના મૂડમાં હતો અને તેણે કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીના પગ ખેંચવાની કોઈ તક જતી નહોતી કરી. 

 

એક ક્લિપમાં સલમાનને ટાઈગર-ઝોયાના ઓન-સ્ક્રીન જાદુ પાછળનું રહસ્ય પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે, “જો કેટરિના હશે તો ચોક્કસ રોમાંસ થશે. અને જો ઈમરાનનો રોલ આતિશનો ન હોત, તો હું તમને ખાતરી આપું છું કે આવું થયું હોત.” આ વાક્ય પૂરું કરતાંની સાથે જ તે ઈમરાન સાથે કિસિંગ સીન કરતો જોવા મળ્યો હતો.  

ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં

તમને જણાવી દઈએ કે, ટાઈગર 3માં સલમાન ખાન અને કેટરિના કૈફ ફરી એકવાર રો એજન્ટના રોલમાં દમદાર એક્શન કરતા જોવા મળ્યા છે. આ વખતે ફિલ્મમાં ઈમરાન હાશ્મીની પણ એન્ટ્રી થઈ છે. જે વિલનના રોલમાં હંગામો મચાવી રહ્યો છે. ચાહકો પણ આ ત્રણેયને ખૂબ પસંદ કરી રહ્યા છે.  આ ઉપરાંત શાહરુખ ખાનના કેમિયોની પણ પ્રશંસા થઈ રહી છે.

Tags :