ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની ફિલ્મ ગણપથનું ટીઝર રિલીઝ થયું, અમિતાભ બચ્ચનનો અલગ અંદાજ જોવા મળશે

વિકાસ બહલ દ્વારા નિર્મિત ફિલ્મ ગણપથનું ટીઝર 29 સપ્ટેમ્બર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું અને તે ખૂબ જ ચર્ચામાં છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીઝરમાં એક ડાયસ્ટોપિયન દુનિયાની ઝલક જોવા મળે છે. જે દુનિયાને બદલી શકે છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. ગણપથ ફિલ્મમાં અમિતાભ […]

Share:

વિકાસ બહલ દ્વારા નિર્મિત ફિલ્મ ગણપથનું ટીઝર 29 સપ્ટેમ્બર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું અને તે ખૂબ જ ચર્ચામાં છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીઝરમાં એક ડાયસ્ટોપિયન દુનિયાની ઝલક જોવા મળે છે. જે દુનિયાને બદલી શકે છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. ગણપથ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

ગણપથ દર્શકોને 2070 ADમાં લઈ જશે

ટાઈગર શ્રોફ ગણપથની ભૂમિકા ભજવે છે. ટીઝરની શરુઆતમાં ટાઈગર શ્રોફના પાવર પેક એક્શન સાથે થાય છે જ્યારે સ્ક્રીન પર 2070 ADનું લખાણ ફ્લેશ થાય છે. તે પછી ટાઈગર શ્રોફ જોરદાર ફ્લાઈંગ કિક્સ, પાર્કોર સાથે દુશમનોને મારતો જોવા મળે છે અને બોક્સિંગ રિંગમાં ચેલેન્જર્સનો સામનો પણ કરે છે. કૃતિ સેનન પણ ફાઈટરની ભૂમિકા ભજવે છે. અમિતાભ બચ્ચન એક વૃદ્ધ વ્યક્તિનું પાત્ર ભજવતા જોવા મળે છે.

ટીઝર પર ચાહકોની પ્રતિક્રિયા 

ટાઈગર શ્રોફના ચાહકો ટ્રેલરથી પ્રભાવિત થયા હતા. એક યુઝરે સોશિયલ મીડિયા X પર લખ્યું, “હું પ્રભાવિત છું. મને ટીઝર આટલું સારું હોવાની અપેક્ષા ન હતી, પરંતુ એવું લાગે છે કે તેઓએ કંઈક સારું બનાવ્યું છે. VFX યોગ્ય છે. હું આ ફિલ્મ થિયેટરમાં જોઈશ.” બીજા વ્યક્તિએ લખ્યું, “ટીઝરમાં 3 વસ્તુઓ જબરદસ્ત છે. ટાઈગર શ્રોફનું એક્શન, VFX વર્ક અને ડાયસ્ટોપિયન કોન્સેપ્ટ.” 

અમિતાભ બચ્ચનનો અલગ અંદાજ જોવા મળશે

ગુડ કંપની સાથે મળીને પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત, ગણપથ – અ હીરો ઈઝ બોર્નનું નિર્માણ વાશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વિકાસ બહલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ગણપથ – અ હીરો ઈઝ બોર્ન એક અદ્દભુત હાઈ-ઓક્ટેન ફિલ્મ છે. આ ફિલ્મ વિશ્વભરમાં હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ દશેરાના અવસર પર 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.  

ચાહકો ટાઈગર શ્રોફની ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. અહીં નોંધનીય છે કે ટાઈગર શ્રોફની છેલ્લી ફિલ્મ ‘હીરોપંતી 2’ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી, ત્યારથી તે મોટા પડદા પર જોવા મળ્યો નથી.

ગણપથ ઉપરાંત ટાઈગર શ્રોફ અક્ષય કુમારની સાથે આગામી એક્શન ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં પણ જોવા મળશે. અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 2024ની ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. 

બીજી તરફ કૃતિ સેનન પણ કરીના કપૂર ખાન, તબ્બુ અને દિલજીત દોસાંઝ સાથે ધ ક્રૂમાં જોવા મળશે. આ ઉપરાંત, તે કાજોલ સાથે દો પત્તી પણ જોવા મળશે.