ન્યાસા દેવગને તેના 20માં  જન્મદિવસની ઉજવણી કરી 

બોલિવૂડના અગ્રણી કલાકારો અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા તેના 20મા જન્મદિવસની ઉજવણી કરી રહી છે.   20 એપ્રિલે ન્યાસાના 20 માં જન્મદિવસે અજય અને કાજોલે તેમના સોશિયલ મીડિયા પર પુત્રી ન્યાસા સાથેની તસવીર શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જે વાયરલ થઈ રહ્યા છે.  અજય દેવગણે બ્લેક કપડામાં ન્યાસા સાથેના ફોટો મૂકી ન્યાસાને પોતાનું ગૌરવ […]

Share:

બોલિવૂડના અગ્રણી કલાકારો અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા તેના 20મા જન્મદિવસની ઉજવણી કરી રહી છે. 

 20 એપ્રિલે ન્યાસાના 20 માં જન્મદિવસે અજય અને કાજોલે તેમના સોશિયલ મીડિયા પર પુત્રી ન્યાસા સાથેની તસવીર શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જે વાયરલ થઈ રહ્યા છે. 

અજય દેવગણે બ્લેક કપડામાં ન્યાસા સાથેના ફોટો મૂકી ન્યાસાને પોતાનું ગૌરવ ગણાવ્યું છે. 

કાજોલે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં તેમની બંનેની તસવીર શેર કરીને તેનું લાગણીસભર કેપ્શન આપ્યું  છે કે, આ અમે અને આ અમારી હંમેશા જેવી જ સ્ટોરી. તારી સેન્સ ઓફ હ્યુમર ને તારું ખુબસુરત દિલ. લવ યુ બેબી ગર્લ. તું બસ હસતી રહે ખુશ રહે અને હંમેશા મારી સાથે રહે. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, કાજોલ અને અજય લોકપ્રિય કલાકારો છે અને હંમેશા તેમનની મૂવીના પ્રોડકશનમાં વ્યસ્ત રહે છે. કાજોલ અને અજય દેવગનના લગ્ન  ફેબ્રુઆરી 1999માં થયા હતા અને ન્યાસાનો જન્મ 20 એપ્રિલ 2003માં થયો હતો, જ્યારે 2010માં  યુગનો જન્મ થયો હતો. ન્યાસાએ તેનો અભ્યાસ સિંગાપોરમાં કર્યો છે. હજુ તેના બોલીવુડમાં આવવાના કોઈ સમાચાર નથી. ભલે તેણે ફિલ્મોમાં એન્ટ્રી લીધી ન હોય, તેમ છતાં તે તેના લુક અને ફેશનને લઈને ચર્ચામાં રહે છે.

સૌ જાણે છે તેમ, આ સેલિબ્રિટી કપલ અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા કોઇને કોઇ રીતે લાઇમલાઇટમાં રહેતી હોય છે. ફિલ્મો ડેબ્યુ કરે એ પહેલાં જ ન્યાસાના ફેન ફોલોઇંગ વધારે છે. મોટાભાગે ન્યાસા ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતી જોવા મળે છે. આ વિશેની જાણકારી ન્યાસા હંમેશા વિવિધ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર આપતી રહેતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બહુ ટૂંક સમયમાં અજય દેવગણની નવી ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. અમિત રવીન્દ્રનાથ શર્મા નિર્દેશિત ફિલ્મ ‘મેદાન’ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ છે. જેઓ 13 વર્ષ સુધી ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મેનેજર અને કોચ રહ્યા હતા, મેદાનમાં  અજય દેવગન ‘સૈયદ અબ્દુલ રહીમ’ના રોલમાં જોવા મળશે. તેઓ ભારતીય ફૂટબોલના પિતા તરીકે ઓળખાય છે. આ ફિલ્મ 23 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. નોંધનીય છે કે આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત પ્રિયમણી, ગજરાજ રાવ, બોમન ઈરાની અને રુદ્રનીલ ઘોષ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.