Twinkle Khanna: હાર્ટ બ્રેક, રિલેશન્સ, દગાની લાગણીઓના ઉંડાણનો અનુભવ કરતું ચોથું પુસ્તક લોન્ચ થયું

Twinkle Khanna: એક્ટિંગ ક્ષેત્રમાંથી લેખન ક્ષેત્રે મજબૂતાઈથી આગળ વધી રહેલી અભિનેત્રી ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) પોતાના નવા પુસ્તક ‘વેલકમ ટુ પેરેડાઈઝ’ (Welcome to Paradise) લઈને આવી રહી છે. અક્ષય કુમારના પત્ની ટ્વિંકલ ખન્નાએ ગુરૂવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા પુસ્તક સાથેનો એક ફોટો શેર કર્યો હતો.  Twinkle Khannaનું પુસ્તક નવેમ્બરમાં આવશે ટ્વિન્કલ […]

Share:

Twinkle Khanna: એક્ટિંગ ક્ષેત્રમાંથી લેખન ક્ષેત્રે મજબૂતાઈથી આગળ વધી રહેલી અભિનેત્રી ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) પોતાના નવા પુસ્તક ‘વેલકમ ટુ પેરેડાઈઝ’ (Welcome to Paradise) લઈને આવી રહી છે. અક્ષય કુમારના પત્ની ટ્વિંકલ ખન્નાએ ગુરૂવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા પુસ્તક સાથેનો એક ફોટો શેર કર્યો હતો. 

Twinkle Khannaનું પુસ્તક નવેમ્બરમાં આવશે

ટ્વિન્કલ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા પુસ્તક સાથેનો ફોટો શેર કરવાની સાથે જ પોતાના ચોથા પુસ્તક અંગેની થોડી જાણકારી પણ શેર કરી હતી. ટ્વિન્કલ ખન્નાનું આ ચોથું પુસ્તક વેલકમ ટુ પેરેડાઈઝ (Welcome to Paradise) આગામી નવેમ્બર મહિનામાં રીલિઝ કરવામાં આવશે. 

ટ્વિન્કલ ખન્નાએ પોસ્ટમાં લખ્યું હતું કે, “વેલકમ ટુ પેરેડાઈઝ, મારૂં ચોથું પુસ્તક એ હાર્ટ બ્રેક, સંબંધો અને છળની ઉંડાણપૂર્વકની લાગણીઓને વ્યક્ત કરતી વાર્તાઓનો સંગ્રહ છે. તેના અમુક પાત્રો છેલ્લા પાંચ વર્ષથી મારા માથામાં ભમતા હતા અને આખરે હવે તમને સૌને મળવા માટે તૈયાર છે (સ્માઈલી ઈમોજી). આવતીકાલથી પ્રીઓર્ડર શરૂ થશે… વેલકમ ટુ પેરેડાઈઝ.”

વધુ વાંચો: બીજા સંતાન બાદ Anushka Sharma એક્ટિંગ છોડી દેશે?

હુમા કુરેશીનું રિએક્શન

ટ્વિન્કલ ખન્નાની આ પોસ્ટ પર અનેક લોકોએ રસ દાખવ્યો છે તથા નવા પુસ્તક માટે શુભેચ્છા પાઠવવાની સાથે જ તેને જલ્દી વાંચવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. અભિનેત્રી હુમા કુરેશીએ લખ્યું હતું કે, એક સ્લાઈડમાં મેં હુમા લખેલું જોયું.. એવું કહેવાય છે કે અમર બનવા માટે તમારે એક લેખક સાથે મિત્રતા કરવી જોઈએ. 

આ સાથે જ હુમા કુરેશીએ પોતે આ પુસ્તક વાંચવા માટે આતુર હોવાની લાગણી દર્શાવી હતી. 

અનેક ચાહકોએ ટ્વિન્કલ ખન્નાના આ આગામી પુસ્તક માટે ખૂબ જ આતુરતા દર્શાવી હતી અને સાથે જ તેના લખાણની સ્કિલના પણ વખાણ કર્યા હતા. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે ટ્વિન્કલની તે પોસ્ટને ટીઝર સાથે સરખાવી હતી. 

વધુ વાંચો: કોર્ટે વહેલી સવારે રીલિઝ માટે મંજૂરી ન આપી છતાં તોડ્યો જવાનનો રેકોર્ડ

તાજેતરમાં જ મેળવી માસ્ટર્સની ડિગ્રી

અભિનેત્રી અને લેખિકા ટ્વિન્કલ ખન્નાએ એક મહિના પહેલા જ લંડનમાં ફિક્શન રાઈટિંગ ક્ષેત્રે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે. તેણીએ ગત વર્ષે લંડનની પ્રખ્યાત ગોલ્ડસ્મિથ યુનિવર્સિટીમાં માસ્ટર્સના કોર્સ માટે પ્રવેશ મેળવ્યો હતો. 

ટ્વિન્કલ ખન્ના (Twinkle Khanna)એ સપ્ટેમ્બર મહિનામાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે યુવાન વિદ્યાર્થીઓ માટે તેમના માતા પિતા બધી ગોઠવણ કરે છે પરંતુ તેની ઉંમરના લોકોએ બધું જાતે ગોઠવવું પડે છે. તેમ જણાવ્યું હતું. સાથે જ પોતે 5 યુનિવર્સિટીમાં એપ્લાય કરેલું અને તે પૈકીની એક યુનિવર્સિટીએ તેને રિજેક્ટ કરી હોવાનું પણ ખેલદિલીપૂર્વક સ્વીકાર્યુ હતું.  નોંધનીય છે કે, ટ્વિન્કલ ખન્નાના પુસ્તક મિસિસ ફનીબોન્સે ભારત ઉપરાંત વિશ્વમાં ખૂબ ચાહના મેળવી હતી.