એક અઠવાડિયામાં ત્રીજી વખત Urfi Javedનું ઈન્સ્ટા એકાઉન્ટ સસ્પેન્ડ, કંટાળીને કહી આ વાત

Urfi Javed Instagram Suspended: ઉર્ફી જાવેદનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસેપન્ડ થયુ હોવાના સમાચાર સામે આવ્યા છે. એક અઠવાડિયામાં ત્રીજી વખત તેનું એકાઉન્ટ સસ્પેન્ડ થયું છે.

Share:

હાઈલાઇટ્સ

  • ઉર્ફી જાવેદનું એકાઉન્ટ ત્રીજી વાર સસ્પેન્ડ થયું
  • એક અઠવાડિયામાં ત્રીજી વાર સસ્પેન્ડ થયું એકાઉન્ટ
  • ઉર્ફીએ સ્ક્રીન શોટ શેર કરીને ફેન્સને કહી આ વાત

ઉર્ફી જાવેદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર આમ તો ઉર્ફી જાવેદ તેના બોલ્ડ અવતારના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. તેના અતરંગી કપડાં હંમેશા સતત ચર્ચામાં રહેતા હોય છે. અવારનવાર પોતાની ફેશન ચોઈસના કારણે ઉર્ફીને વારંવાર ટ્રોલ થવાનો પણ વારો આવે છે. પણ હવે એવું લાગી રહ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ પણ મેન્ટલી રીતે તેને ટોર્ચર કરી રહ્યું છે. આવું એટલા માટે કહી રહ્યાં છે, કારણ કે ફરી એકવાર ઉર્ફી જાવેદનું ઈન્સ્ટા એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું છે. 

એક અઠવાડિયામાં ત્રીજી વાર સસ્પેન્ડ 
જો કે, ઉર્ફી જાવેદ સાથે આવું પહેલીવાર નથી થયું. છેલ્લાં કેટલાંક દિવસોમાં આવું વારંવાર થયું છે. બાદમાં તેનું એકાઉન્ટ રિકવર થઈ ગયું હતું. પછી ઉર્ફીએ પોતાની જાતને એન્ટરટેઈન કરવાનું ચાલુ રાખ્યું. ફરીથી આવું થતા તેણે આ વાતની જાણકારી તેના ફેન્સને આપી હતી. પણ ખુશીની વાત તો એ છે કે, એકાઉન્ટ પરત મળી ગયું. જો કે, તેણે કોઈ એવી હરકત નહોતી કરી કે જેના કારણે કોઈ ઉલ્લંઘન થયું હોય. 

ઉર્ફીએ કહી આ વાત 


ઉર્ફી જાવેદ વારંવાર આવું થવાથી કંટાળી ગઈ છે. તેણે એક સ્ક્રીનશોટ સાથે એક વાત કરી છે. તેણે લખ્યું છે કે, મારું 2023 કેવું લાગી રહ્યું છે. મારું એકાઉન્ટ મેજર ગ્લીચીસનો સામનો કરી રહ્યું છે. એ ત્રીજી વખત ડિએક્ટિવ થઈ ગયું. મારું એકાઉન્ટ સ્ટેટસ એરર બતાવે છે. બાકીના પ્રોફેશનલ ડેશબોર્ડમાં પણ એરર આવી રહી છે. દરરોજ મને એક નોટિફિકેશન મળે છે કે, મારી પોસ્ટે ગાઈડલાઈનું ઉલ્લંઘન કર્યુ છે અને પછી તેને ફરીથી પોસ્ટ કરવામાં આવશે.