Urfi Javedએ હાર્ટ બ્રેક ડિઝાઈનવાળું બેકલેસ ટોપ પહેર્યું, તો પોલીસ ઉપાડી ગઈ!

Urfi Javed: બોલ્ડ કપડાં પહેરવાના કારણે ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઈ છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ ઉર્ફીને કસ્ટડીમાં (Police custody) લઈને જતી દેખાય છે. બિગ બોસ ઓટીટી ફેમ અને સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદ હંમેશા પોતાની ફેશન સેન્સને લઈ ચર્ચામાં રહેતી હોય છે.  […]

Share:

Urfi Javed: બોલ્ડ કપડાં પહેરવાના કારણે ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઈ છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ ઉર્ફીને કસ્ટડીમાં (Police custody) લઈને જતી દેખાય છે. બિગ બોસ ઓટીટી ફેમ અને સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદ હંમેશા પોતાની ફેશન સેન્સને લઈ ચર્ચામાં રહેતી હોય છે. 

Urfi Javed પોલીસની કસ્ટડીમાં

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં શુક્રવારે સવારે મુંબઈ પોલીસે ઉર્ફીને કસ્ટડીમાં લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી લાલ રંગનું હાર્ટ બ્રેક આકારનું બેકલેસ ટોપ પહેરેલી દેખાય છે. ઉર્ફીએ કોફી રન માટે ડેનિમ પેન્ટ સાથે રેડ બેકલેસ ટોપ પહેર્યું હતું.

વધુ વાંચો: Karwa Chauth 2023 ઉજવવા માટે અનિલ કપૂરના ઘરે સેલેબ્સનો જમાવડો

પોલીસે કહ્યું, આટલા નાના કપડાં…

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા પોલીસ અધિકારી ઉર્ફી જાવેદ (Urfi Javed)ને તેમના સાથે પોલીસ સ્ટેશન આવવા માટે કહે છે. ઉર્ફી જ્યારે તેને પકડવા માટેનું કારણ પુછે છે ત્યારે મહિલા અધિકારી “આટલા નાના-નાના કપડાં પહેરીને કોણ ફરે?” તેમ કહેતા સંભળાય છે. તેઓ ઉર્ફીને હાથ પકડીને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન ચલો એમ કહેતા પણ દેખાય છે. 

વીડિયોની પુષ્ટી નથી થઈ શકી

જોકે હજુ સુધી આ વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટી નથી થઈ શકી અને સોશિયલ મીડિયા યુઝર્સના કહેવા પ્રમાણે આ ઉર્ફી જાવેદનું કોઈ નવું કારનામુ પણ હોઈ શકે છે. અથવા તો તેણે રીલ બનાવવા માટે પોલીસ કસ્ટડી (Police custody)નો આ સીન ક્રિએટ કર્યો હોય તેવી પણ શક્યતા છે. જોકે અનેક યુઝર્સ ઉર્ફીને કસ્ટડીમાં શા માટે લેવામાં આવી તેનું કારણ જાણવા માટે આતુર જણાયા હતા. 

વધુ વાંચો: Parineeti Chopraના કરવા ચોથના અનારકલી ડ્રેસની કિંમત જાણી ચોંકી જશો

ઉર્ફીને મળી હતી ધમકી

થોડા સમય પહેલા પણ ઉર્ફી પોતાની ફેશન સેન્સના કારણે મુસીબતમાં મુકાઈ ગઈ હતી. ગત મહિને તેના વિરૂદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી જેથી તે પોલીસ સ્ટેશન પહોંચી હતી. 

ઉર્ફી હંમેશા ચિત્ર-વિચિત્ર કપડાંના કારણે ટ્રોલ થવાની સાથે જ ખૂબ વાહવાહી પણ મેળવતી હોય છે. જોકે તેને આવી હરકતો માટે જાનથી મારી નાખવાની ધમકી પણ મળી ચુકી છે. 

જોકે તાજેતરમાં ઉર્ફી જાવેદને પોલીસ કસ્ટડી (Police custody)માં લઈ ગઈ તે વીડિયો વાયરલ થયા બાદ અમુક યુઝર્સ મુંબઈ પોલીસની પણ પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ તેને થોડા દિવસ જેલમાં રાખવા માટે કહી રહ્યા છે. ધરપકડના વાયરલ વીડિયોમાં ઉર્ફી પોતાને જે ગમે તે પહેરવા માટે સ્વતંત્ર છે તેમ કહેતી પણ સંભળાય છે.

Tags :