વિક્કી કૌશલની મહત્વપૂર્ણ સિદ્ધીઃ બોલીવુડનો પહેલો એક્ટર બન્યો કે જેને Instagram એ Follow કર્યો!

ઈન્સ્ટાગ્રામ માત્ર 81 અકાઉન્ટ જ ફોલો કરે છે અને એમાંથી એક અકાઉન્ટ હવે વિક્કી કૌશલનું છે

Share:

હાઈલાઇટ્સ

  • વિકી કૌશલ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો પહેલો એક્ટર છે, જેને ઈન્સ્ટાગ્રામ ફોલો કરે છે
  • વિક્કી કૌશલ અત્યારે તેની અપકમિંગ ફિલ્મ મેરે મહેબૂબ મેરે સનમમાં તૃપ્તિ ડિમરી અને ફાતિમા સના શેખની સાથે જોવા મળશે

બોલીવુડ એક્ટર વિક્કી કૌશલને લઈને એક મહત્વના અને સારા સમાચાર સામે આવ્યા છે. એકતરફ ફિલ્મ શાહરૂખની ફિલ્મ ડંકી કે જેમાં વિક્કી કૌશલે મહત્વનો રોલ પ્લે કર્યો છે, તે ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ રહી છે. ડંકીની સફળતાની અપાર ખુશીઓ વચ્ચે વિક્કી માટે એક બીજા ખુશીના સમાચાર સામે આવ્યા છે. 

વાત એમ છે કે, ઈન્સ્ટાગ્રામે વિક્કી કૌશલને ફોલો કર્યો છે. ત્યારે વિક્કી કૌશલ, ઈન્સ્ટાગ્રામ દ્વારા ફોલો કરવામાં આવેલો પહેલો બોલીવુડ સ્ટાર બની ગયો છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે લોકોએ ઈન્સ્ટાગ્રામનું ઓફિશિયલ અકાઉન્ટ ફોલો કર્યું છે અને ઈન્સ્ટા પર ઈન્સ્ટાગ્રામના ઓફિશિયલ અકાઉન્ટના ફોલોઅર્સ 665 મિલિયનથી વધારે છે. જો કે, ઈન્સ્ટાગ્રામ માત્ર 81 અકાઉન્ટ જ ફોલો કરે છે અને એમાંથી એક અકાઉન્ટ હવે વિક્કી કૌશલનું છે. 

વિકી કૌશલ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો પહેલો એક્ટર બની ગયો છે, જેને પોતે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. હા! તમે તે બરાબર વાંચ્યું! ન તો શાહરુખ ખાન, ન સલમાન ખાન, ન તો ઈન્ડસ્ટ્રીના અન્ય કોઈ અભિનેતાને ઈન્સ્ટાગ્રામ દ્વારા ફોલો કરવામાં આવે છે, વિકી કૌશલ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો પહેલો એક્ટર છે, જેને ઈન્સ્ટાગ્રામ ફોલો કરે છે. ખરેખર, વિકી કૌશલ અને તેના ચાહકો માટે આ બહુ મોટી વાત છે.

વિક્કી કૌશલ અત્યારે તેની અપકમિંગ ફિલ્મ મેરે મહેબૂબ મેરે સનમમાં તૃપ્તિ ડિમરી અને ફાતિમા સના શેખની સાથે જોવા મળશે. આમ, તમને જણાવી દઇએ કે આ ફિલ્મનું નિર્દેશન આનંદ તિવારીએ કર્યુ છે અને ફિલ્મ આગામી વર્ષ 2024માં ફેબ્રુઆરીના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.