Sam Bahadur trailerમાં જોવા મળ્યોવિકી કૌશલનો હટકે અંદાજ

Sam Bahadur trailer: મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત બહુપ્રતિક્ષિત ફિલ્મ સેમ બહાદુરના નિર્માતાઓએ સત્તાવાર ટ્રેલર (Sam Bahadur trailer) રિલીઝ કર્યું છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ભારતીય સેનાના ભૂતપૂર્વ ફિલ્ડ માર્શલ સેમ માણેકશૉના જીવન પર આધારિત છે. જેનું પાત્ર વિકી કૌશલ દ્વારા ભજવવામાં આવ્યું છે. વિકી કૌશલ ફરી એકવાર દમદાર પાત્ર ભજવતો […]

Share:

Sam Bahadur trailer: મેઘના ગુલઝાર દ્વારા દિગ્દર્શિત બહુપ્રતિક્ષિત ફિલ્મ સેમ બહાદુરના નિર્માતાઓએ સત્તાવાર ટ્રેલર (Sam Bahadur trailer) રિલીઝ કર્યું છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ભારતીય સેનાના ભૂતપૂર્વ ફિલ્ડ માર્શલ સેમ માણેકશૉના જીવન પર આધારિત છે. જેનું પાત્ર વિકી કૌશલ દ્વારા ભજવવામાં આવ્યું છે. વિકી કૌશલ ફરી એકવાર દમદાર પાત્ર ભજવતો જોવા મળે છે. 

ફિલ્મ ‘સેમ બહાદુર’ના ટ્રેલર (Sam Bahadur trailer)માં વિકી કૌશલની બોડી લેંગ્વેજ અને ડાયલોગ્સ જબરદસ્ત છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પાકિસ્તાન કાશ્મીર પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને સરહદ પર સ્થિતિ બગડી રહી છે પરંતુ ત્યારબાદ સેમ બહાદુરની એન્ટ્રી થાય છે અને ત્યારબાદ તે સમગ્ર સેનાનો સપોર્ટ લઈ દરેક સામે લડાઈ લડે છે. વિકી કૌશલની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો: Alia Bhattએ પહેલા જન્મદિવસ પર બતાવી દીકરી રાહાની પહેલી ઝલક

Sam Bahadur trailerમાં વિકી કૌશલના દમદાર ડાયલોગ્સે લોકોને પ્રભાવિત કર્યા 

સેમ બહાદુરના ટ્રેલર (Sam Bahadur trailer)માં દમદાર ડાયલોગ્સ અને યુદ્ધના દ્રશ્યોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં ફિલ્ડ માર્શલ સેમ માણેકશૉએ પાકિસ્તાનને કેવી રીતે હરાવ્યું તે દર્શાવવામાં આવ્યું છે. ટ્રેલરમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કહ્યું, સેમ, તારો કંઈ કરવાનો ઈરાદો નથી, તો વિકી કૌશલે કહ્યું, તમને શું લાગે છે. 

આ દરમિયાન ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, તમે નથી કરી શકતા. આના પર વિકી કૌશલ કહેતા જોવા મળે છે કે કરી શકતો નથી કે નહીં કરીશ. ક્ષમતા અને ઈરાદામાં તફાવત છે, પ્રાઈમ મિનિસ્ટર.. ફિલ્મના આ ડાયલોગની ખૂબ ચર્ચા થઈ રહી છે.

વિકી કૌશલ ઉપરાંત, આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ જોવા મળશે. આ બંનેએ આમિર ખાનની ફિલ્મ દંગલમાં ધૂમ મચાવી હતી. હવે આ જોડી વિકી કૌશલની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં સાકિબ અયૂબ, મોહમ્મદ જીશાન અયૂબ, નીરજ કબી અને એડવર્ડ સોનેનબ્લિક જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે અને આ ફિલ્મ 1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

વધુ વાંચો: Elvish Yadavએ ભાજપના દિગ્ગજ નેતા મેનકા ગાંધીને ધમકી આપતા કહ્યું, છોડીશ નહીં…

વિકી કૌશલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ટ્રેલર (Sam Bahadur trailer) શેર કરતી વખતે લખ્યું કે, ‘જીવન તેમનું છે, ઈતિહાસ આપણો છે.’ ફિલ્ડ માર્શલ સેમ હોરમુસજી ફ્રેમજી જમશેદજી માણેકશા, જેને સેમ બહાદુર તરીકે પણ ઓળખવામાં આવે છે. 

ઓ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ હતા અને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનાર પ્રથમ ભારતીય સેના અધિકારી હતા. તેમનો જન્મ 3 એપ્રિલ, 1914માં અમૃતસરમાં થયો હતો. જ્યારે 27 જૂન, 2008ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.