ગદર 2ની સક્સેસ પાર્ટીમાં સની દેઓલના પુત્ર કરણ શાહરૂખ ખાનના પગે પડ્યો, વીડિયો વાયરલ

સની દેઓલની ગદર 2 ની સક્સેસ પાર્ટીનો એક નવો વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં સની દેઓલનો પુત્ર કરણ દેઓલ શાહરૂખ ખાનના પગને સ્પર્શ કરતો જોવા મળે છે. ત્યારબાદ કરણ દેઓલ અને તેની પત્ની દ્રિષા આચાર્યએ શાહરૂખ ખાન સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા. સની દેઓલના એક ફેન પેજ દ્વારા આ વીડિયો […]

Share:

સની દેઓલની ગદર 2 ની સક્સેસ પાર્ટીનો એક નવો વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં સની દેઓલનો પુત્ર કરણ દેઓલ શાહરૂખ ખાનના પગને સ્પર્શ કરતો જોવા મળે છે. ત્યારબાદ કરણ દેઓલ અને તેની પત્ની દ્રિષા આચાર્યએ શાહરૂખ ખાન સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા. સની દેઓલના એક ફેન પેજ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો.

ગદર 2 ની સફળતાની ઉજવણી દેઓલ પરિવાર દ્વારા ગયા શનિવારે મુંબઈમાં કરવામાં આવી હતી. જેમાં ત્રણેય ખાનોએ તેમની હાજરી દર્શાવી હતી. જો કે, બધાની નજર શાહરૂખ ખાન અને સની દેઓલ પર હતી, જેઓ છેલ્લા બે દાયકામાં ભાગ્યે જ એકસાથે જાહેરમાં દેખાયા હતા. પાર્ટીમાં શાહરૂખ ખાને ગ્રે જેકેટ, નેવી બ્લુ ટી-શર્ટ અને બ્લેક કાર્ગો પેન્ટ પહેર્યું હતું. તેણે સ્નીકર્સ પણ પહેર્યા હતા. શાહરૂખ ખાને તેના વાળ પોનીટેલમાં બાંધ્યા હતા. સની દેઓલ બ્લેક ટી-શર્ટ, બ્લુ બ્લેઝર અને પેન્ટમાં જોવા મળ્યા હતા. ડરના સહ- કલાકારોએ તેમના મતભેદોને બાજુ પર રાખીને એકબીજાને ભેટી પડયા હતા. 

શાહરૂખ ખાને, જેમણે 1993ની હિટ ફિલ્મ ડરમાં સની દેઓલ સાથે અભિનય કર્યો હતો, તેણે X (અગાઉ ટ્વીટર) પર ગદર 2 ની પ્રશંશા કરી હતી. શાહરૂખ ખાનને X પર પૂછવામાં આવ્યું, “શું તમે ગદર 2 જોઈ?” શાહરૂખ ખાને જવાબ આપ્યો, “હા મને ગદર 2 ખુબ ગમી.”

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં, સની દેઓલે ખુલાસો કર્યો હતો કે શાહરુખ ખાને ગદર 2 ની સફળતા માટે તેને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. સની દેઓલે કહ્યું, “શાહરુખ ખાને આ ફિલ્મ જોઈ હતી અને તે પહેલાં, તેણે મને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી અને તે ખૂબ જ ખુશ હતો, તેણે મને કહ્યું કે હું ખૂબ ખુશ છું, તમે ખરેખર તેના હકદાર છો અને મેં કહ્યું આભાર.” સની દેઓલે શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે પણ વાત કરી અને જણાવ્યું હતું કે, “મેં તેની પત્ની અને પુત્ર સાથે વાત કરી અને તેણે કહ્યું કે આજે રાત્રે અમે ફિલ્મ જોવા જઈશું.”

શાહરૂખ ખાન અને સની દેઓલના સંબંધો ડરના શૂટિંગ દરમિયાન બદલાઈ ગઈ હતા જ્યાં સની દેઓલને ફિલ્મ નિર્માતા તેમજ શાહરૂખ ખાન સાથે અણબનાવ થયો હતો. સની દેઓલે કહ્યું હતું કે ફિલ્મના ક્લાઈમેક્સમાં તેના પાત્રને જે રીતે દર્શાવવામાં આવ્યું છે તેનાથી તે અસંમત છે. સની દેઓલે ડર ફિલ્મ પછી શાહરુખ ખાન સાથે વાત ન કરવાની કબૂલાત કરી હતી.