Video: શાહરૂખે બુર્જ ખલીફા પાસે ડ્રોન શોથી કર્યું ફિલ્મ 'ડંકી'નું ધમાકેદાર પ્રમોશન

ડ્રોન શો દ્વારા આકાશમાં શાહરૂખના સિગ્નેચર પોઝની એક છબી પણ દેખાઈ હતી.

Share:

હાઈલાઇટ્સ

  • ડંકીને અભિજાત જોશી, રાજકુમાર હિરાની અને કનિકા ઢિલ્લોએ મળીને લખી છે.
  • આ ફિલ્મ ચાર મિત્રો મનુ, સુખી, બુગ્ગુ અને બલ્લીની હ્યદયસ્પર્શી સ્ટોરી છે.

શાહરૂખખાન છેલ્લા થોડા દિવસથી દુબઈમાં ફિલ્મ ડંકીનું પ્રમોશન કરી રહ્યા છે. દુબઈમાં ડ્રોન શો દરમિયાન શાહરૂખખાન વર્ષ 2023 ની તેમની ત્રીજી ફિલ્મ ડંકી સાથે સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા માટે પૂર્ણ રીતે તૈયાર છે. દુબઈમાં ડંકીના પ્રમોશન માટે બુર્જ ખલીફા પાસે એક ખાસ ડ્રોન શો યોજાયો હતો. ડ્રોન શો દ્વારા આકાશમાં એક્ટરના સિગ્નેચર પોઝની એક છબી પણ દેખાઈ હતી. આપને જણાવી દઈએ કે આ પહેલા ડંકી ટ્રેલરને બુર્જ ખલીફા પર પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

Shahrukh Khan

દુબઈના ડ્રોન શોનો વિડીયો વાયરલ 

દુબઈમાં યોજાયેલા ડંકીના ડ્રોન શોની તસવીરો અને વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. શાહરૂખ અત્યારે પ્રમોશન માટે દુબઈમાં છે અને તેમણે ડાયરેક્ટર રાજકુમાર હિરાની અને લેખક અભિજાત જોશી સાથે વ્યક્તિગત રીતે આને જોયું હતું. શાહરૂખને આ વિડીયોમાં ડ્રોન શોનો આનંદ માણતો જોઈ શકાય છે.   


ફિલ્મ ડંકી વિશે... 

ડંકીને અભિજાત જોશી, રાજકુમાર હિરાની અને કનિકા ઢિલ્લોએ મળીને લખી છે. આ ફિલ્મ ચાર મિત્રો મનુ, સુખી, બુગ્ગુ અને બલ્લીની હ્યદયસ્પર્શી સ્ટોરી છે. આ લોકો સારા જીવન માટે લંડનમાં વસવાટ કરવાનું સ્વપ્ન જોવે છે પરંતુ તેમને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે એક મુશ્કેલીપૂર્ણ અને જીવન બદલનારી યાત્રા નક્કી કરવી પડે છે. 


ફિલ્મ ડંકી પાછળ મોટિવેશન

શાહરૂખે તાજેતરમાં જ એક વિડીયો શેર કર્યો હતો અને તેમાં ડંકી ફિલ્મ વિશે વાત કરી હતી. આમાં રાજકુમાર હિરાનીએ વાત કરી હતી કે, કેવી રીતે ફિલ્મની વાર્તા તેના ટેરેસ પર એર ઈન્ડિયાના પ્લેનની વિશાળ સિમેન્ટની પ્રતિકૃતિ સાથેના ઘરની ઈમેજમાંથી આવી છે. 

"પંજાબમાં એવા ઘણા ઘરો છે કે જેની છત પર પ્લેન હોય છે. હું તેનાથી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને તેનાથી અમારી ઉત્સુકતા વધી ગઈ હતી. વિદેશમાં રહેતા બાળકોના પરિવારના સભ્યોને તેમના ઘરની ટોચ પર આ વિમાનો મૂકવાનું ફેશનેબલ લાગે છે.

જ્યારે રાજકુમાર હિરાનીએ આ ફિલ્મ માટે સંશોધન કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે કહ્યું હતું કે યુકે અને કેનેડા જેવા દેશોમાં વધુ સારું જીવન જીવવા માંગતા લોકો વિઝા લે ત્યારે ભારતની બહાર ગેરકાયદેસર 'Donkey Route' કે જે પંજાબીમાં 'ડંકી' તરીકે ઓળખાય છે તે કેવી રીતે લે છે તેના વિશે જાણ્યું હતું. અને એટલે જ આ ફિલ્મનું નામ ડંકી આપવામાં આવ્યું છે. 
 

Tags :