Vivek Agnihotri બનાવશે મહાભારત પર ફિલ્મ, જાણો A To Z

Vivek Agnihotri: ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અને ‘ધ વેક્સિન વોર’ જેવી ફિલ્મોના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)એ પોતાની આગામી ફિલ્મ અંગે જાહેરાત કરી દીધી વિવેક અગ્નિહોત્રી 3 ભાગમાં મહાભારત (Mahabharata) બનાવવા જઈ રહ્યા છે. આ માટે તેમણે પદ્મ ભૂષણ ડૉ. એસએલ ભૈરપ્પાએ લખેલી બેસ્ટ સેલિન્ગ નવલકથા ‘પર્વ’નું એડોપ્શન લીધું છે. મહાભારત પર આધારીત આ ફિલ્મનું નામ […]

Share:

Vivek Agnihotri: ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અને ‘ધ વેક્સિન વોર’ જેવી ફિલ્મોના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)એ પોતાની આગામી ફિલ્મ અંગે જાહેરાત કરી દીધી વિવેક અગ્નિહોત્રી 3 ભાગમાં મહાભારત (Mahabharata) બનાવવા જઈ રહ્યા છે. આ માટે તેમણે પદ્મ ભૂષણ ડૉ. એસએલ ભૈરપ્પાએ લખેલી બેસ્ટ સેલિન્ગ નવલકથા ‘પર્વ’નું એડોપ્શન લીધું છે. મહાભારત પર આધારીત આ ફિલ્મનું નામ ‘પર્વ: એન એપિક ટેલ ઓફ ધર્મ’ હશે. 

Vivek Agnihotriની સોશિયલ મીડિયા પોસ્ટ

મહાભારત પર આધારીત આ ફિલ્મને વિવેક અગ્નિહોત્રી પોતે ડિરેક્ટ કરશે અને તેમના પત્ની પલ્લવી જોશી તેને પ્રોડ્યુસ કરશે. વિવેક અગ્નિહોત્રીએ શનિવારના રોજ આ અંગેની ટ્વિટમાં લખ્ચું હતું કે, “મોટી જાહેરાત… મહાભારત ઈતિહાસ છે કે પુરાણ? પદ્મ ભૂષણ ડૉ. એસએલ ભૈરપ્પાની મોર્ડન ક્લાસિક પર્વ: એન એપિક ટેલ ઓફ ધર્મને પ્રસ્તુત કરવા બદલ અમે ઈશ્વરના આભારી છીએ. પર્વ માસ્ટરપીસની પણ માસ્ટરપીસ ગણાય છે તેના પાછળ એક કારણ છે.”

વધુ વાંચો: અભિનેતા Allu Arjun અને કૃતિ સેનને સાથે ફિલ્મ કરવાનો સંકેત આપ્યો!

આ પોસ્ટની સાથે જ વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)એ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેમણે વોઈસ ઓવર દ્વારા આ ફિલ્મ બનાવવા પાછળની વાર્તા દર્શાવી છે. આ સાથે જ વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મનું કામ શરૂ થઈ ગયું હોવાની માહિતી પણ આપી હતી. 

વીડિયોમાં વિવેક અગ્નિહોત્રીએ 17 વર્ષના સંશોધન બાદ ભૈરપ્પાએ મહાભારત (Mahabharata) પર આધારીત આ નવલકથા લખી છે અને તેનો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ થયો હોવાનું જણાવ્યું હતું. વિવેક અગ્નિહોત્રીએ શેર કરેલા પર્વના પોસ્ટમાં ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધના મેદાનમાં તેમની સામે જમીન પર બેઠેલા અર્જુનને ગીતાનો ઉપદેશ આપતા દેખાય છે. 

વિવેક અગ્નિહોત્રીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં મહાભારત (Mahabharata) સાથે સંકળાયેલા વિવિધ વિઝ્યુઅલ્સ ચાલી રહ્યા છે અને બેકગ્રાઉન્ડ નરેશનમાં વિવેક અગ્નિહોત્રી પોતાની આગામી ફિલ્મ અને તેના લેખકની સફર વિશે જણાવી રહેલા સંભળાય છે. 

વધુ વાંચો: 7 વર્ષ બાદ અરિજિત સિંહે સલમાન ખાનની ફિલ્મ Tiger 3 માટે ગીત ગાયું

છેલ્લે ધ વેક્સિન વોર ફિલ્મ રિલીઝ થઈ

વિવેક અગ્નિહોત્રીની છેલ્લે રીલિઝ થયેલી ફિલ્મ ધ વેક્સિન વોરમાં નાના પાટેકર, અનુપમ ખેર, રાયમા સેન, સપ્તમી ગૌડા અને પલ્લવી જોશી સહિતના કલાકારો જોવા મળ્યા હતા. અભિનીત આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો. ઉપરાંત વિવેક અગ્નિહોત્રીને તાજેતરમાં તેમની તાજેતરમાં ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ માટે નેશનલ ઈન્ટિગ્રેશન કેટેગરીમાં બેસ્ટ ફીચર ફિલ્મ માટે નરગીસ દત્ત એવોર્ડ મળ્યો હતો. 

વિવેક અગ્નિહોત્રીએ ધ કાશ્મીર ફાઈલ્સને બેસ્ટ ફીચર ફિલ્મ માટે એવોર્ડ મળ્યો ત્યાર બાદ તે એવોર્ડને વિશ્વમાં નરસંહાર અને અત્યાચારનો ભોગ બનેલા તમામ પીડિતો માટે શ્રદ્ધાંજલિ ગણાવ્યો હતો. તેમણે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને 32 વર્ષથી ચૂપ બેઠેલા કાશ્મીરી પંડિતોના અવાજ સમાન ગણાવી હતી.