Vivek Agnihotri: મુંબઈ મેટ્રોમાં સવારી કર્યા બાદ ફોટો ટ્વિટ કરીને જણાવી ખાસ વાત

Vivek Agnihotri: ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અને ‘ધ વેક્સિન વોર’ જેવી ફિલ્મો દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરનારા ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)એ શનિવારે એટલે કે 14મી ઓક્ટોબરના રોજ મુંબઈ મેટ્રો (Mumbai Metro)માં સવારીનો આનંદ માણ્યો હતો.  Vivek Agnihotriએ શેર કર્યો અનુભવ  વિવેક અગ્નિહોત્રીએ મુંબઈ મેટ્રોમાં સવારી કર્યા બાદ પોતાનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર […]

Share:

Vivek Agnihotri: ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અને ‘ધ વેક્સિન વોર’ જેવી ફિલ્મો દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરનારા ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)એ શનિવારે એટલે કે 14મી ઓક્ટોબરના રોજ મુંબઈ મેટ્રો (Mumbai Metro)માં સવારીનો આનંદ માણ્યો હતો. 

Vivek Agnihotriએ શેર કર્યો અનુભવ 

વિવેક અગ્નિહોત્રીએ મુંબઈ મેટ્રોમાં સવારી કર્યા બાદ પોતાનો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો અને પોતાનો અનુભવ જણાવ્યો હતો. વિવેક અગ્નિહોત્રીની તે પોસ્ટમાં ચાહકો દ્વારા પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવવામાં આવી રહી છે. 

વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક ફોટો શેર કર્યો હતો. તે ફોટોમાં વિવેક અગ્નિહોત્રી મુંબઈ મેટ્રો (Mumbai Metro)ના એક કોચમાં એકલા બેઠેલા જોવા મળ્યા હતા. વિવેક અગ્નિહોત્રીએ ભીડથી બચીને સવારના સમયે મેટ્રોમાં સવારી કરી હતી. 

મેટ્રોમાં મુસાફરી દરમિયાનનો ફોટો શેર કરીને વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)એ કેપ્શનમાં લખ્યું હતું કે, રોડ માર્ગે 50-60 મિનિટની સરખામણીએ એરપોર્ટથી વર્સોવા માત્ર 12 મિનિટમાં. આ સાથે જ તેમણે હજુ વધુ વખત મુંબઈ મેટ્રોનો ઉપયોગ કરવાની પણ ઈચ્છા દર્શાવી હતી.

વધુ વાંચો: બોક્સ ઓફિસ પર ખરાબ દેખાવ, ઓસ્કાર લાઈબ્રેરીમાં મળ્યું વિશેષ સ્થાન 

વિવેક અગ્નિહોત્રીની પોસ્ટ પર કોમેન્ટ્સ

વિવેક અગ્નિહોત્રીએ પોતાની મેટ્રોની મુસાફરીની તસવીર શેર કરી ત્યાર બાદ ચાહકોએ તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓનો મારો ચલાવ્યો હતો. કેટલાક લોકોએ વિવેક અગ્નિહોત્રીના આ પગલાને આવકાર્યું હતું અને સેલિબ્રિટીને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતા જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો. જોકે અમુક ફોટોમાં વિવેક અગ્નિહોત્રીની સાથે ફોટોગ્રાફરને જોઈને લોકોએ ફોટોગ્રાફર સાથે લઈને ફરો છો તેવી ટીકા પણ કરી હતી.

The Vaccine Warને ઓસ્કાર લાઈબ્રેરીમાં સ્થાન

ઓસ્કાર દ્વારા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સિન વોરમાં રસ દાખવવામાં આવ્યો છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીઝની લાઈબ્રેરી દ્વારા ફિલ્મ ધ વેક્સિન વોર (The Vaccine War)ની સ્ક્રિપ્ટની માગણી કરવામાં આવી છે. ફિલ્મ ધ વેક્સિન વોરની સ્ક્રિપ્ટને ઓસ્કાર લાઈબ્રેરી (Oscar library)માં રાખવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી કે ફિલ્મ મેકર્સ તે વાંચી શકે. 

વધુ વાંચો: PM મોદીએ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વોરની પ્રશંસા કરી

ઋતિક રોશને પણ કરી હતી મેટ્રોમાં સવારી

તાજેતરમાં જ અભિનેતા ઋતિક રોશને ( Hrithik Roshan) પણ મુંબઈ મેટ્રો (Mumbai Metro)માં સવારી કરી હતી. સોશિયલ મીડિયામાં ઋતિક રોશનની મુંબઈ મેટ્રોમાં મુસાફરી દરમિયાનની અનેક તસવીરો અને વીડિયો પણ ખૂબ વાયરલ થયા હતા. મુસાફરી દરમિયાન ઋતિક રોશને ચાહકો સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા