વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાશે, અનુરાગ ઠાકુરે કરી જાહેરાત

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી છે કે બોલીવુડની દિગ્ગ્જ અભિનેત્રી વહીદા રહેમાનને આ વર્ષે દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 85 વર્ષીય વહીદા રહેમાને ગાઈડ અને રેશ્મા ઔર શેરા જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અનુરાગ ઠાકુરે વહીદા રહેમાનને અભિનંદન પાઠવ્યા છે.  મંગળવારે, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ […]

Share:

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી છે કે બોલીવુડની દિગ્ગ્જ અભિનેત્રી વહીદા રહેમાનને આ વર્ષે દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 85 વર્ષીય વહીદા રહેમાને ગાઈડ અને રેશ્મા ઔર શેરા જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અનુરાગ ઠાકુરે વહીદા રહેમાનને અભિનંદન પાઠવ્યા છે. 

મંગળવારે, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટર પર આ જાહેરાત કરી હતી. તેમણે લખ્યું, “હું એ જાહેરાત કરતાં અત્યંત આનંદ અને સન્માન અનુભવું છું કે વહીદા રહેમાનને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ વર્ષે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.”

અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું, “વહીદા રહેમાનને હિન્દી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યા છે, જેમાં પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌદહવી કા ચાંદ, સાહેબ બીવી ઔર ગુલામ, ગાઈડ, ખામોશી અને અન્ય ઘણી ફિલ્મો છે. તેમની 5 દાયકાથી વધુની કારકિર્દીમાં, વહીદા રહેમાને તેમની ભૂમિકાઓ અત્યંત સુંદર રીતે ભજવી છે, જેના કારણે રેશ્મા ઔર શેરા ફિલ્મમાં તેમને કુળવધુ તરીકેની ભૂમિકા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કાર મેળવનાર, વહીદા રહેમાને સમર્પણ, પ્રતિબદ્ધતા અને એક ભારતીય નારીની શક્તિનું ઉદાહરણ આપ્યું છે જે પોતાની સખત મહેનતથી વ્યાવસાયિક શ્રેષ્ઠતાનું ઉચ્ચ સ્તર હાંસલ કરી શકે છે.”

તેમણે કહ્યું, “એવા સમયે જ્યારે સંસદ દ્વારા ઐતિહાસિક ‘નારી શક્તિ વંદન એક્ટ’ પસાર કરવામાં આવ્યો છે, ત્યારે વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તે ભારતીય સિનેમાની અગ્રણી મહિલાઓમાંની એક અને જેમણે ફિલ્મો પછી પરોપકાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેને શ્રદ્ધાંજલિ છે. હું તેમને અભિનંદન આપું છું અને તેમના કાર્ય પ્રત્યે નમ્રતાપૂર્વક આદર વ્યક્ત કરું છું જે આપણા ફિલ્મ ઈતિહાસનો એક ભાગ છે.” 

વહીદા રહેમાને તેલુગુ ફિલ્મ રોજુલુ મારાયી (1955) થી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તેમણે કેટલીક તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. વહીદા રહેમાનની પહેલી હિન્દી ફિલ્મ ‘CID’ હતી, જે વર્ષ 1956 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વહીદા રહેમાને દેવ આનંદ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે પ્યાસા (1957), ગાઈડ (1965), ખામોશી (1969), ફાગુન (1973), કભી કભી (1976), ચાંદની (1989), લમ્હે (1991), રંગ દે બસંતી (2006) , દિલ્હી 6 (2009) જેવી અન્ય ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.