લંડનના મ્યુઝિયમમાં મુકાયું રણવીર સિંહનું મીણનું સ્ટેચ્યુઃ અભિનેતાએ કહ્યું, ગૌરવની ક્ષણ!

રણવીર સિંહે કહ્યું, મારા અને મારા પરિવાર માટે આ ગૌરવ ની ક્ષણ!

Share:

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે મેડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાનું વેક્સ સ્ટેચ્યુ લોન્ચ કર્યું. આ મ્યુઝિયમમાં રણવીરના એક નહીં પરંતુ બે વેક્સ સ્ટેચ્યુઓ લગાવવામાં આવ્યા. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઇવેન્ટની તસવીરો શેર કરી. આ પોસ્ટમાં રણવીરે તેના બંને સ્ટેચ્યુ સાથે ફોટો શેર કર્યા છે.

રણવીર સિંહના વેક્સવર્કની જાહેરાત મૂળરૂપે 2019 માં કરવામાં આવી હતી, જ્યારે અભિનેતાને ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ સમારોહમાં ‘મેડમ તુસાદ ઑફ ધ ફ્યુચર એવોર્ડ’ મળ્યો હતો.

અહીંના પ્રતિષ્ઠિત મ્યુઝિયમમાં પ્રતિમાઓના અનાવરણ સમયે રણવીર સિંહની માતા અંજુ ભવનાની તેમની સાથે હતી. રણવીર સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ” મારા માટે આ અવિશ્વસનીય ક્ષણ છે કે હું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મારી માતા સાથે મારા પોતાના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કરી રહ્યો છું. મને બાળપણમાં આ મોહક સ્થળ વિશે વાંચ્યુ હોવાનું યાદ છે.”

રણવીર સિંહે જણાવ્યું કે, લંડનના મેડમ તુસાદ સંગ્રહાલયમાં પોતાની માં સાથે સ્ટેચ્યુ લોન્ચ કરવું એ મારા માટે અવિશ્વસનીય ક્ષણ છે. એવું લાગે છે કે જાણે આજે જીવન એક પૂર્ણ ચક્રમાં આવી ગયું છે. મને યાદ છે કે હું બાળક હતો ત્યારે આ પૌરાણીક અને જાદુઈ જગ્યા માટે આશ્ચર્યથી વાંચતો હતો. આજે વિશ્વના સન્માનનીય વ્યક્તિઓ સાથે એક શખ્સીયત તરીકે અમર થવું એ મારા અને મારા પરિવાર માટે ગર્વની ક્ષણ છે. 

રણવીરની આ પ્રતિમાઓની જાહેરાત 2019 માં કરવામાં આવી હતી જ્યારે અભિનેતાને આઇફા એવોર્ડ સમારોહમાં મેડમ તુસાદ ઓફ ધ ફ્યુચર એવોર્ડ મળ્યો હતો. રણવીર પહેલા, મેડમ તુસાદની લંડન બ્રાન્ચમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને પ્રિયંકા ચોપરા સહિત ઘણા ભારતીય સેલેબ્સના વેક્સ સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે. 

મહત્વનું છે કે, રણવીર સિંહ એ અત્યારે ભારતીય સિનેમાનો સૌથી લોકપ્રિય હિરો છે. આ એક્ટરે રામલીલા, “બેન્ડ બાજા બારાત”, ‘પદ્માવત’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપીને ભારતની યંગ ઓડિયન્સના હ્યદયમાં સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં જ રણવીરને રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં યુઝર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તે પાંચ વખતનો ફિલ્મફેર પુરસ્કાર વિજેતા છે. તેણે 3 આઈફા પુરસ્કાર મેળવ્યા છે અને તેને મારકેશ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન જેવા આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં સન્માનિત કરવામાં આવ્યો છે.