શું છે કેટામાઈન દવા જેના કારણે થયું હોલિવૂડ એક્ટર મેથ્યું પેરીનું મૃત્યુ

28 ઓક્ટોબરના રોજ 'ફ્રેન્ડ્સ' ફેમ એક્ટર મેથ્યુ પેરીના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા હતા. હવે તાજેતરમાં જ તેનો ઓટોપ્સી રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં તેમના મૃત્યુનો ખુલાસો થયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • અભિનેતાનો મૃતદેહ ઘરના ગરમ બાથટબમાં ડૂબી ગયેલો મળી આવ્યો હતો
  • પરંતુ, હવે સામે આવેલા ઓટોપ્સી રિપોર્ટે ફેન્સ સહિત બધાને ચોંકાવી દીધા

ફ્રેન્ડ્સ ફેમ એક્ટર મેથ્યુ પેરીના અવસાનથી બધાને આઘાત લાગ્યો હતો. અભિનેતાનો મૃતદેહ તેના ઘરના ગરમ બાથટબમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ સમાચાર આવ્યા કે મેથ્યુ પેરીનું બાથટબમાં ડૂબી જવાથી મોત થયું છે. પરંતુ, હવે તેના મૃત્યુનું સાચું કારણ સામે આવ્યું છે. હાલમાં જ મેથ્યુનો ઓટોપ્સી રિપોર્ટ આવ્યો છે જેનાથી તેના મૃત્યુનું રહસ્ય ખુલ્યું છે. 

તમને જણાવી દઈએ કે મેથ્યુ પેરીના ઓટોપ્સી રિપોર્ટમાં તેમના મૃત્યુનું સાચું કારણ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, “પેરીના લોહીમાં કેટામાઇનનું સ્તર સામાન્ય રીતે શસ્ત્રક્રિયામાં એનેસ્થેટિક તરીકે ઉપયોગમાં લેવાતા ઉચ્ચ સ્તર જેટલું હતું. આનાથી ધબકારા વધી જાય અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આના કારણે પેરી બેભાન થયો હશે અને પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયું હોઈ શકે છે.

કેટામાઇનનો ઉપયોગ શું છે?
સામાન્ય રીતે, ડોકટરો આ દવાનો ઉપયોગ એનેસ્થેટિક તરીકે પણ કરી શકે છે. સંશોધકો માનસિક સ્વાસ્થ્ય સારવાર તરીકે તેનો ઉપયોગ શોધી રહ્યા છે. પેરીએ તેમના એક પુસ્તકમાં આ દવાના સેવનનો ઉલ્લેખ પણ કર્યો હતો. જોકે, પેરીએ કેટામાઈનનો ડોઝ ક્યારે અને કેવી રીતે લીધો તે રિપોર્ટમાં સ્પષ્ટ નથી. પરંતુ, તે ચોક્કસપણે જાણવા મળ્યું હતું કે તેના કેટલાક કણો તેના પેટમાં મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પેરીના ઘરે ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓથી અલગ કેટલીક ગોળીઓ હતી. જે દર્દીઓ માનસિક રીતે ઘણાં જ આસ્વસ્થ્ય હોય તેમના માટે આ દવા કારગત સાબિત થઈ હોવાના પણ ઈન્ટરનેટ પણ અહેવાલો છે. 

બોડીમાં આલ્કોહલ નહોતો?
આ સિવાય પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તેના શરીરમાં કોઈપણ પ્રકારનો આલ્કોહોલ મળ્યો નથી. તેમજ કોકેઈન, હેરોઈન અથવા ફેન્ટાનાઈલ જેવા અન્ય ડ્રગ્સના કોઈ પણ નિશાન મળ્યા નથી.