બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડ માટે જવાનની ફ્રી ટિકિટ માગી તો શાહરૂખ ખાને આપ્યો જોરદાર જવાબ

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે શાહરૂખ ખાને પોતાના ચાહકો સાથે આ ફિલ્મ અંગે ચર્ચા કરવા માટે રવિવારે X (ટ્વિટર) પર ‘આસ્ક મી’ સેશન કર્યું હતું. તમાં કિંગ ખાને ચાહકો દ્વારા પુછવામાં આવેલા અનેક દિલચસ્પ સવાલોના જવાબો પણ આપ્યા હતા.  બોયફ્રેન્ડે માગી ફ્રી ટિકિટ એક યુઝરે લખ્યું […]

Share:

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનની રિલીઝને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે શાહરૂખ ખાને પોતાના ચાહકો સાથે આ ફિલ્મ અંગે ચર્ચા કરવા માટે રવિવારે X (ટ્વિટર) પર ‘આસ્ક મી’ સેશન કર્યું હતું. તમાં કિંગ ખાને ચાહકો દ્વારા પુછવામાં આવેલા અનેક દિલચસ્પ સવાલોના જવાબો પણ આપ્યા હતા. 

બોયફ્રેન્ડે માગી ફ્રી ટિકિટ

એક યુઝરે લખ્યું હતું કે, “શું તમે મારી ગર્લફ્રેન્ડ માટે ફ્રીમાં જવાનની ટિકિટ આપી શકશો. હું એક નિકમ્મો બોયફ્રેન્ડ છું.” શાહરૂખ ખાને પોતાના આગવા અંદાજમાં તેની કોમેન્ટના જવાબમાં લખ્યું હતું કે, “ભાઈ ફ્રીમાં પ્રેમ આપું છું, ટિકિટના તો પૈસા જ થશે. રોમાન્સ મામલે ચીપ ન બનશો. જાઓ જઈને ટિકિટ ખરીદો અને તેને પોતાની સાથે લઈ જાઓ.”

કેવો રહ્યો નયનતારા સાથે કામ કરવાનો અનુભવ

અન્ય એક યુઝરે શાહરૂખ ખાનને નયનતારા સાથે કામ કરવાનો અનુભવ પુછ્યો હતો. તેના જવાબમાં શાહરૂખ ખાને લખ્યું હતું કે, “તે ખૂબ જ સુંદર અને અદભૂત અભિનેત્રી છે… આશા છે કે તમિલનાડુમાં તેમના ચાહકો ફરી તેમના પ્રેમમાં પડે અને હિંદી દર્શકો તેમની આકરી મહેનતની પ્રશંસા કરે…”

એક યુઝરે આખી દુનિયાની આંખો તમારા પર છે અને તમે કિંગ છો, જવાન સૌના દિલ જીતી લેશે એનાથી તમને કેવું લાગે છે આવો સવાલ કર્યો હતો. જવાબમાં શાહરૂખ ખાને સૌના અઢળક પ્રેમથી પોતે ધન્યતા અનુભવી રહ્યો છે અને તે, તેનો પરિવાર સૌના અપાર પ્રેમ બદલ હંમેશા આભારી રહેશે તેમ જણાવ્યું હતું. 

શાહરૂખ ખાને કરી રોલ વધારવાની વાત 

થોડા સમય પહેલા જ જવાનનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં શાહરૂખ ખાન અનેક અલગ અલગ રોલમાં જોવા મળ્યો હતો. શાહરૂખ ખાનના એક ચાહકે તેના અનુસંધાને લખ્યું હતું કે, “જવાનમાં તમે કેટલા રોલમાં જોવા મળશો. હું કન્ફ્યુઝ થઈ ગયો છું. ફિલ્મમાં તમારા જેટલા રોલ છે એટલી વખત હું ફિલ્મ જોઈશ.” જવાબમાં શાહરૂખ ખાને પહેલા કહ્યું હોત તો પોતે 4-5 રોલ હજુ વધારાવી દેત એવી ટીખળ કરી હતી. 

એડવાન્સ બુકિંગ અંગે શું કહ્યું?

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનના એડવાન્સ બુકિંગને પણ ચાહકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને દિલ્હીમાં 2400 રૂપિયામાં ટિકિટ એડવાન્સ બુક થઈ રહી છે. ત્યારે એક ચાહકે એડવાન્સ બુકિંગ જોઈ શું લાગે છે તેવો સવાલ કર્યો હતો. જવાબમાં શાહરૂખ ખાને લખ્યું હતું કે, “ખૂબ જ ખુશ છું કે તમે સૌ થિએટરમાં જવાનને એક કોમ્યુનિટી તરીકે જોવા જવાના છો. ઈન્શાઅલ્લાહ, જવાન સૌના માટે એક બિગ સ્ક્રીન અનુભવ હશે.”