World Cup 2023: મેથ્યુઝને ‘ટાઈમ્ડ આઉટ’ કરાતા શ્રીલંકાના ખેલાડીઓએ બાંગ્લાદેશ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું

World Cup 2023: વર્લ્ડ કપની 38મી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. આ હાર સાથે જ શ્રીલંકાની ટીમ સત્તાવાર રીતે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ પસંદ કરીને શ્રીલંકાએ 49.3 ઓવરમાં 279 રન બનાવ્યા હતા. જોકે બાંગ્લાદેશે 7 વિકેટ […]

Share:

World Cup 2023: વર્લ્ડ કપની 38મી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. આ હાર સાથે જ શ્રીલંકાની ટીમ સત્તાવાર રીતે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ પસંદ કરીને શ્રીલંકાએ 49.3 ઓવરમાં 279 રન બનાવ્યા હતા. જોકે બાંગ્લાદેશે 7 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા અને મેચ જીતી લીધી.

જોકે શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચેની વર્લ્ડકપ 2023 (World Cup 2023)ની મેચમાં એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટના કારણે એકપણ બોલ રમ્યા વિના આઉટ જાહેર કરવામાં આવ્યો તેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. બાંગ્લાદેશની ટીમ પહેલાથી જ સેમીફાઈનલની રેસમાંથી બહાર છે. ઉપરાંત શ્રીલંકાની રમત પણ બગડી છે. બંને ટીમો વચ્ચેની આ મેચમાં ઉત્તેજના સાથે ખૂબ જ ડ્રામા પણ જોવા મળ્યો હતો. 

વધુ વાંચો:  146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું, એન્જેલો મેથ્યુઝ ‘ટાઈમઆઉટ’ થયો

World Cup 2023માં ઐતિહાસિક ઘટના

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 106 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રીલંકાના ખેલાડી એન્જેલો મેથ્યુઝને ‘ટાઈમ્ડ આઉટ’ આપવાની ઘટના બની છે. જેના ક્રિકેટ જગતમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટના બાદ શ્રીલંકા તથા બાંગ્લાદેશની ટીમો વચ્ચે કડવાશ વ્યાપી હતી અને મેચ પત્યા બાદ બન્ને દેશોના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. 

‘સ્પોર્ટ્સમેન સ્પિરીટને ઠેસ પહોંચી

શ્રીલંકાના ખેલાડી એન્જેલો મેથ્યુઝે મેદાન પર આવવામાં તથા સ્ટ્રાઈક લેવામાં વધુ સમય લીધો હતો જેથી બાંગ્લાદેશના કપ્તાન શાકિબ હસને ટાઈમ્ડ આઉટ જાહેર કરવાની અપીલ કરી હતી. નિયમ પ્રમાણે અમ્પાયરે મેથ્યુઝને આઉટ જાહેર કર્યો હતો અને તેણે એક પણ બોલ રમ્યા વિના પેવેલીયનમાં પાછુ ફરવુ પડ્યુ હતું.

ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રકારે આઉટ થવાનો પ્રથમ બનાવ હતો. મેથ્યુઝે અપીલ પાછી ખેંચવા તથા બેટિંગ કરવા દેવા શાકિબને વિનંતી કરી હતી પરંતુ બાંગ્લાદેશનો કપ્તાન માન્યો ન હતો અને અમ્પાયરે પણ નિયમનું પાલન કરવુ પડ્યુ હતું. બંને ટીમો સેમીફાઈનલની રેસમાંથી બહાર હોવાથી વર્લ્ડકપ 2023 (World Cup 2023)નો આ મુકાબલો મહત્વપૂર્ણ ન હોવા છતાં ટાઈમ્ડ આઉટના ઘટનાક્રમથી ચર્ચાસ્પદ બન્યો હતો અને કાયમ યાદ રખાશે.

વધુ વાંચો: હાર્દિક પંડયા વર્લ્ડ કપમાંથી બહાર થતા BCCIએ કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન નિયુક્ત કર્યો 

શ્રીલંકાના ખેલાડીઓએ હાથ મિલાવવાનું ટાળ્યું

મેથ્યુઝને ટાઈમ્ડ આઉટ જાહેર કરવાના આ ઘટનાક્રમથી સ્પોર્ટસમેન સ્પિરીટ ભુલાઈ હોય તેમ શ્રીલંકા તથા બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે કડવાશ વ્યાપી હતી અને મેચ પૂરી થયા બાદ ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળ્યુ હતું. શ્રીલંકાના ખેલાડીઓ મેચ હાર્યા બાદ સીધા જ ડ્રેસિંગરૂમમાં પહોંચી ગયા હતા. 

જો કે શ્રીલંકાના કોચ તથા સ્ટાફે બાંગ્લાદેશી ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા. શ્રીલંકાના કોચ ક્રિસ સિલ્વરવુડ બાંગ્લાદેશના બોલિંગ કોચ એલાન ડોનાલ્ડ સાથે વાતચીત કરતા પણ નજરે ચડયા હતા.