યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું નિધન થયું

યશ ચોપરાની પત્ની અને આદિત્ય ચોપરાની માતા પામેલા ચોપરાનું 20 એપ્રિલે સવારે નિધન થયું છે. તેઓ 74 વર્ષના હતા. પામેલા ચોપરા એક પ્રખ્યાત ભારતીય પ્લેબેક સિંગર હતા. તે એક ફિલ્મ લેખક અને નિર્માતા પણ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે છેલ્લા 15 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા. ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા પરંતુ તેમની […]

Share:

યશ ચોપરાની પત્ની અને આદિત્ય ચોપરાની માતા પામેલા ચોપરાનું 20 એપ્રિલે સવારે નિધન થયું છે. તેઓ 74 વર્ષના હતા. પામેલા ચોપરા એક પ્રખ્યાત ભારતીય પ્લેબેક સિંગર હતા. તે એક ફિલ્મ લેખક અને નિર્માતા પણ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે છેલ્લા 15 દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા. ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પામેલાના મૃત્યુની પુષ્ટિ લીલાવતી હોસ્પિટલના ડો. પ્રહલાદ પ્રભુદેસાઈએ મીડિયાને કરી હતી. તેમણે જણાવ્યું કે પામેલા ચોપરાનું નિમોનિયા, શ્વાસ લેવામાં તકલીફ અને મલ્ટીઓર્ગન ફેલ્યોર થવાને કારણે મૃત્યુ થયું હતું અને આજે સવારે તેમનું અવસાન થયું હતું. તમને જણાવી દઈએ કે પામેલાએ 1970માં યશ ચોપરા સાથે લગ્ન કર્યા હતા. તે જ સમયે યશ રાજ ફિલ્મ્સે પણ ટ્વીટ કરીને પામેલા ચોપરાના નિધન પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

પામેલાની ઓળખ લેખક-ગાયક તરીકે પણ હતી. તેણે કેટલીક ફિલ્મોમાં ગીતો પણ ગાયા હતા, જેમાં કભી કભી, નૂરી, ચાંદની, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, મુઝસે દોસ્તી કરોગી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. યશ રાજની ફિલ્મોમાં નિર્માતા તરીકે તેનું નામ પણ ઘણી વખત પડદા પર આવ્યું હતું. પામેલા અને યશને બે પુત્રો છે- આદિત્ય ચોપરા અને ઉદય ચોપરા. પામેલા ચોપરા છેલ્લે YRF ડોક્યુમેન્ટ્રી ‘ધ રોમેન્ટિક્સ’માં જોવા મળ્યા હતા. આ ડોક્યુમેન્ટ્રીમાં તેણે તેના પતિ યશ ચોપરા અને તેની સફર વિશે વાત કરી હતી. ‘ધ રોમેન્ટિક્સ’ માત્ર હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં યશ ચોપરાના યોગદાન પર જ નહીં પરંતુ પામેલાના યોગદાન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. શોમાં પામેલાએ એ દિવસોને યાદ કર્યા જ્યારે નિર્માતા તરીકેની તેમની પ્રથમ ફિલ્મ (દાગ, 1973) ની રજૂઆત પહેલા દિગ્દર્શકે ઘણી ઊંઘ વિનાની રાતો વિતાવી હતી. સ્ત્રી પરિપ્રેક્ષ્ય કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે યશ ઘણીવાર તેની પત્નીનો સંપર્ક કરતાં હતા.

સોશિયલ મીડિયા પર ફેન્સ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તેમણે YRFની અનેક ફિલ્મોમાં લેખક, ડ્રેસ ડિઝાઈનર અને સહ-નિર્માતા તરીકે પણ કામ કર્યું છે. થોડા અઠવાડિયા પહેલાં પામેલા YRF પર ‘ધ રોમેન્ટિક્સ’ નામની ડોક્યુમેન્ટરીમાં જોવા મળ્યા હતા. જેમાં તેણે તેના પતિ યશ ચોપરાની સફર વિશે જણાવ્યું હતું. પામેલા ચોપરા આદિત્ય ચોપરા અને ઉદય ચોપરાની માતા અને રાની મુખર્જીની સાસુ હતી. પતિ યશ ચોપરાના નિધનના લગભગ 11 વર્ષ બાદ પામેલા ચોપરાએ પણ દુનિયાના અલવિદા કહ્યું છે.