Gal Ban Gayee... ચહલે પત્ની ધનશ્રી સાથે દિલ ખોલીને કર્યો ડાન્સ, જુઓ વીડિયો

ચહલ અને ધનશ્રીએ 2020માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નનને ત્રણ વર્ષ થઈ ગયા છે. પોતાની વેડિંગ એનિવર્સરીના અવસર પર ચહલે એક સુંદર મેસેજ સાથે પોતાના અમુક ફોટો પોસ્ટ કર્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • ચહલ અને ધનશ્રીની થર્ડ વેડિંગ એનિવર્સરી
  • દિલ ખોલીને ડાન્સ કરી ઉજવી એનિવર્સરી

પોપ્યુલર કોરિયોગ્રાફર અને યુટ્યુબર ધનશ્રી વર્મા સાથે લગ્ન કરનાર ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે તાજેતરમાં પોતાની થર્ડ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મેળવનાર ચહલે આ દિવસ તેની પત્ની સાથે પસાર રોમેન્ટિક મૂડમાં પસાર કર્યો હતો.

ગલ બન ગયી... ગીત પર દિલ ખોલીને કર્યો ડાન્સ
બંનેએ દિલ ખોલીને ડાન્સ કર્યો અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વીડિયો પોસ્ટ કર્યો. ખાસ દિવસની ઉજવણી કરવા માટે ડાન્સ વીડિયો અને રીલ્સ માટે જાણીતી ધનશ્રીએ એક આકર્ષક ડાન્સ ક્લિપ શેર કરી છે જે હવે વાયરલ થઈ રહી છે. વાયરલ ક્લિપમાં, કપલ હિટ પંજાબી ગીત 'ગલ બન ગયી' પર ડાન્સ કરતા જોઈ શકાય છે.

ધનશ્રીએ ચહલ સાથેના વીડિયો ખૂબ જ ઓછા શેર કરતી હોય છે. જેથી અગાઉ ચાહકોએ તેને શ્રેયસ અય્યર અને અન્ય ક્રિકેટરો સાથેની નિકટતા માટે ટ્રોલ કરી પણ કરી હતી. આ વાતથી ચહલના ચાહકો નાખુશ હતા કે ધનશ્રીએ શ્રેયસ અય્યર અને અન્ય લોકો સાથે ડાન્સ વીડિયો શેર કર્યો, પરંતુ તેના સ્પિનર-પતિ સાથે નહીં. પરંતુ હવે, ધનશ્રીએ આખરે તેના પતિ સાથેનો એક વીડિયો શેર કર્યો છે, જેથી ચહલના ચાહકો ખૂબ જ ઉત્સાહિત જણાય છે અને સોશિયલ મીડિયા પર કપલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કરતા, ધનશ્રીએ લખ્યું, “એકબીજાને 3 વર્ષનો સતત સપોર્ટ ✨ જબ ભી મોકા મિલતા હૈ, હમ મિસ્ટર ચહલ કે સાથ ડાન્સ કરતે હૈ ઔર આજ તો બનતા હૈ 🫡 વર્ષગાંઠની શુભકામના @yuzi_chahal23 🤍”

ચહલે તેની પત્નીને તેમના ખાસ દિવસ પર શુભેચ્છા પાઠવી અને લખ્યું, “પ્રિય પત્ની, પહેલા દિવસથી લઈને આજની ક્ષણ સુધી, આ સફરની દરેક સેકન્ડ મારા હૃદયની નજીક રહી છે. લોકો કહે છે કે જોડિયો સ્વર્ગમાં બને છે અને મને વિશ્વાસ છે કે જેણે પણ અમારી સ્ક્રિપ્ટ લખી છે તે મારા પક્ષમાં છે. તમે મને દરરોજ એક સારો વ્યક્તિ બનાવ્યો છે. તમે મને પૂર્ણ કરો છો. હેપ્પી મેરેજ એનિવર્સરી.. લવ ઓફ માય લાઈફ 💍”