Zeenat Aman: 4 દાયકા સુધી ટોસીસની બીમારી સામે ઝઝૂમ્યા બાદ કરાવી સર્જરી

Zeenat Aman: બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાન (Zeenat Aman) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં તેમણે એક પોસ્ટ દ્વારા પોતાની હેલ્થ અપડેટ શેર કરી હતી.  Zeenat Amanની આંખોની સર્જરી દિગ્ગજ અદાકારા ઝીનત અમાનને આજથી 40 વર્ષ પહેલા આંખ પર ઈજા થઈ હતી અને આ કારણે તેમને ટોસીસની બીમારી થઈ […]

Share:

Zeenat Aman: બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાન (Zeenat Aman) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં તેમણે એક પોસ્ટ દ્વારા પોતાની હેલ્થ અપડેટ શેર કરી હતી. 

Zeenat Amanની આંખોની સર્જરી

દિગ્ગજ અદાકારા ઝીનત અમાનને આજથી 40 વર્ષ પહેલા આંખ પર ઈજા થઈ હતી અને આ કારણે તેમને ટોસીસની બીમારી થઈ ગઈ હતી જેથી તેમને ધીમે ધીમે તેમને દેખાતું બંધ થઈ ગયું હતું. એક સમયના બોલ્ડ અને બ્યુટિફુલ અભિનેત્રીએ પુત્ર ઝહાન તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જતા પહેલા માથા પર ચુંબન આપી રહ્યો છે તે તસવીર શેર કરીને આંખની ઈજા બાદ દેખાવ બદલાયો હોવા છતાં સાથે કામ કરવા બદલ બોલિવુડ જગતના કલાકારોનો આભાર માન્યો હતો. 

વધુ વાંચો: Tiger 3એ રિલીઝ પહેલા જ ₹4.2 કરોડની કમાણી કરી રેકોર્ડ સર્જ્યો

ખૂબ જ કરૂણ છે ઈજા પાછળનું કારણ

ઝીનત અમાને (Zeenat Aman) ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ઓપરેશનનો અનુભવ શેર કરીને હવે તેમની દૃષ્ટિમાં આવેલા સુધારા અંગે માહિતી આપી છે અને હોસ્પિટલના સ્ટાફ અને પરિવારજનોનો આભાર માન્યો છે. પરંતુ આ ઈજા તેમના જીવનના એક કડવાશભર્યા સમયની યાદ અપાવે છે. 

ઝીનત અમાન તેમના તત્કાલીન પતિ સંજય ખાનને મળવા માટે હોટેલમાં ચાલી રહેલી એક પાર્ટીમાં ગયા હતા. ત્યાં સંજયના બીજા પત્ની ઝરીન પણ હાજર હતા અને ઉશ્કેરાયેલા સંજય ખાને ઝીનત અમાનને રૂમમાં લઈ જઈને ખૂબ જ બેરહેમીથી માર માર્યો હતો જેથી તેમની આંખોને ઈજા પહોંચી હતી. 

ઈજા બાદ ઝીનત અમાને આંખની સારવાર માટે અનેક પ્રયત્નો કર્યા હતા જેમાં અસફળતા મળી હતી. ઈજા બાદ તેમની આંખની પાંપણ નીચી ઉતરવા લાગી હતી અને ધીમે ધીમે તેમને જોવામાં તકલીફ પડવા લાગી હતી. ઝીનત અમાને લખ્યું હતું કે, આખરે 40 વર્ષ મારી સાથે મારા રૂમમાં રહેલા હાથીને દરવાજો દેખાડવાનો સમય આવી ગયો અને મેં આંખોની સર્જરી કરાવી છે. 

વધુ વાંચો: : મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં એક છત નીચે જોવા મળ્યા સલમાન અને ઐશ્વર્યા

શેર કર્યો ઓપરેશનના દિવસનો અનુભવ

આખરે ગત એપ્રિલ મહિનામાં એક નેત્ર ચિકિત્સકે તેમને આંખના પોપચા ઉપર કરાવવાની સર્જરી વિશે માહિતી આપી હતી અને તેમણે અનેક પરીક્ષણોમાંથી પસાર થયા બાદ સર્જરી માટે તૈયારી કરી હતી. ઝીનત અમાને (Zeenat Aman) ઓપરેશનના દિવસને યાદ કરતા લખ્યું હતું કે, તે દિવસે સવારે હોસ્પિટલમાં તેઓ ડરી ગયા હતા અને તેમના હાથ-પગ ઠંડા પડી ગયા હતા અને શરીર ધ્રુજવા લાગ્યું હતું. 

તેમના દીકરા ઝહાને તેમને કપાળ પર ચુંબન કરીને આશ્વાસન આપ્યું હતું અને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો હતો અને તેમણે મેડીકલ ટીમ સામે આત્મસમર્પણ કર્યું હતું. એક કલાક બાદ તેઓ પાયરેટની માફક એક આંખ ઢાંકેલી સ્થિતિમાં બહાર આવ્યા હતા. આ સાથે જ તેમણે પોતાની દૃષ્ટિ હવે ઘણી સ્પષ્ટ થઈ હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને હિન્દુજા હોસ્પિટલના સ્ટાફ અને પરિવારનો આભાર માન્યો હતો. 

Tags :