ઝ્વિગાટો ફિલ્મની કમાણી 1.8 કરોડ, સામાન્ય માણસના સંઘર્ષ પર આધારિત ફિલ્મ હિટ થઈ

ઝ્વિગાટો ફિલ્મ એક એવા વ્યક્તિ વિશે છે જેણે કોરોના કાળમાં પોતાની નોકરી ગુમાવી દીધી હોય, કપિલ શર્માએ આ ફિલ્મમાં ડિલિવરી બોયનો પ્રશંસનીય અભિનય કર્યો છે.  નંદિત દાસ દિગ્દર્શિત આ ફિલ્મમાં માણસ એટલે કે કપિલ શર્મા દરેક તબક્કે આવતા પડકારોમાં કેવી રીતે તેનું કામ કરી સ્પર્ધાત્મક વિશ્વમાં ટકી રહે છે અને પોતાના પરિવારની સંભાળ રાખે છે […]

Share:

ઝ્વિગાટો ફિલ્મ એક એવા વ્યક્તિ વિશે છે જેણે કોરોના કાળમાં પોતાની નોકરી ગુમાવી દીધી હોય, કપિલ શર્માએ આ ફિલ્મમાં ડિલિવરી બોયનો પ્રશંસનીય અભિનય કર્યો છે. 

નંદિત દાસ દિગ્દર્શિત આ ફિલ્મમાં માણસ એટલે કે કપિલ શર્મા દરેક તબક્કે આવતા પડકારોમાં કેવી રીતે તેનું કામ કરી સ્પર્ધાત્મક વિશ્વમાં ટકી રહે છે અને પોતાના પરિવારની સંભાળ રાખે છે તે દર્શાવવામાં આવ્યું છે. ઝ્વિગાટો એ સતત ત્રીજા દિવસે પણ પોતાની પકડ જાળવી રાખી હતી અને રવિવારે આ ફિલ્મે રૂ. 75 લાખની કમાણી કરી હતી. અત્યાર સુધીમાં આ ફિલ્મે રૂ. 1.8 કરોડની કલેક્શન કર્યું છે. 

કપિલ શર્મા આ મૂવીમાં સ્થળાંતર કરનાર વ્યક્તિનો સંઘર્ષ વ્યક્ત કરે છે, તેની આસપાસ આ ફિલ્મના તાણાવાણા ગૂંથાયેલા છે. એક સફળ કોમેડિયનમાંથી સામાન્ય માણસની ભૂમિકામાં કપિલ શર્માએ પોતાની જાતને બખૂબી ઢાળી છે. તેની સાથે મુખ્ય ભૂમિકામાં શહાના ગોસ્વામી જોવા મળે છે. 

ઝ્વિગાટો  17 માર્ચે રીલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. 

નંદિતા દાસ અને સમીર પાટિલ દ્વારા આ ફિલ્મનું લેખાંકન કરવામાં આવ્યું છે. આજના યુગમાં આપણે દરેક ઓનલાઈન વસ્તુઓ મંગાવી છીએ ક્યારેક આપણે ડિલિવરી બોય સાથે વાત કરી છીએ તો ક્યારેક તેની અવગણના કરી છીએ. 

આપણે જાણતા જ નથી હોતા કે, તેઓ નાનકડું પ્રોત્સાહન મેળવવા કેટલો સમય અને કેટલી મહેનત કરે છે. જે મોટાભાગે તેમની મહેનત વિષે આપણાં રેટિંગ પર આધારિત હોય છે. નંદિતા દાસની આ ફિલ્મ તેની ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. ફિલ્મમાં પાત્રની મહેનત પર નહીં પણ ગ્રાહકના વ્યર્થ સ્વભાવ પર આધારિત છે. ભુવનેશ્વરમાં માણસ અને તેની પત્ની પ્રતિમા સ્થળાંતર બાદ દુર્દશામાંથી  કેવી રીતે આર્થિક સંકટમાંથી બહાર આવવા પ્રયત્ન કરે છે તે દર્શાવાયું છે. કોરોના બાદના સમયગાળા પર આધારિત આ ફિલ્મ કેવી રીતે એક કામદાર નાના નાના કામ કરી રોજી હોય છે તે બખૂબી દર્શાવે છે.