"છેલ્લા પાંચ વર્ષમાં ૧૩ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા" 

દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઇબર, 5Gની ઉપલબ્ધ એક લાખથી વધુ રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપની સાથે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમનો પણ વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો.

Courtesy: Government of Gujarat

Share:

હાઈલાઇટ્સ

  • GSTના કારણે કરવેરામાં સરળીકરણ શક્ય બન્યું છે
  • FTAના કારણે માળખાગત સુવિધાઓમાં રેકોર્ડ રોકાણ અને કેપેક્સમા પાંચ ગણો વધારો થયો

દેશમાં થઈ રહેલા પરિવર્તનોથી ઇઝ ઓફ લિવિંગમાં સતત સુધારો થઈ રહ્યો છે તેમ જણાવી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કે છેલ્લા પાંચ વર્ષમાં ૧૩ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે એટલું જ નહીં મધ્યમ વર્ગની સરેરાશ આવકમાં સતત વૃદ્ધિ થઈ રહી છે તેમણે ભારતમાં રોકાણ કરવા સૌ પ્રતિનિધિઓને અપીલ કરી હતી. 
ભારત દેશના ૧.૪ બિલિયન નાગરિકોના શક્તિ-સામર્થ્ય તેમજ જન કેન્દ્રીત સર્વસમાવેશકતા અને સમાનતા પ્રત્યેની સરકારની પ્રતિબધ્ધતાના વૈશ્વિક સમૃદ્ધિ અને વિકાસના પ્રેરક પરિબળો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું પાંચમુ સૌથી મોટું 
અર્થતંત્ર છે ત્યારે ૧૦ વર્ષ અગાઉ તે ૧૧માં સ્થાને હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં ભારત વિશ્વની ટોપ-થ્રી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવશે. નિષ્ણાંતો આનું વિશ્લેષણ કરે પણ હું ખાતરી આપું છું કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે જ.’’ અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલા વિશ્વ માટે ભારત દેશ એક નવી આશા બની રહ્યો છે તેમ જણાવી પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, 
સ્થાયી ઉદ્યોગો, ઉત્પાદન અને માળખાગત સુવિધા નવા યુગના કૌશલ્યો, અધ્યતન ટેકનોલોજીથી સજ્જતા, ઇનોવેશન, ગ્રીન હાઈડ્રોજન, પુનઃપ્રાપ્ય  ઊર્જા અને સેમિકન્ડક્ટર્સ જેવા ક્ષેત્રોમાં ભારતમાં અનેક તકો રહેલી છે.

વડાપ્રધાને અર્થતંત્રના સ્થાયિત્વ અને અવિરત ગતિના આધાર તરીકે માળખાગત સુવિધાઓના નિર્માણને કારણભૂત ગણાવ્યું હતું જેનાથી અર્થતંત્રની ક્ષમતા, સામર્થ્ય અને સ્પર્ધાત્મકતામાં વધારો થઈ શક્યો છે. GSTના કારણે કરવેરામાં સરળીકરણ શક્ય બન્યું છે. વડાપ્રધાને આ તકે યુએઈ સાથે કરાયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે FTAના કારણે માળખાગત સુવિધાઓમાં રેકોર્ડ રોકાણ અને કેપેક્સમા પાંચ ગણો વધારો થયો છે. વડાપ્રધાને ગ્રીન અને વૈકલ્પિક ઊર્જાના સ્ત્રોતોમાં અમાપ પ્રગતિ પુનઃપ્રાપ્ય ઉર્જાની ક્ષમતામાં ત્રણ ગણો વધારો, સૌર ઊર્જાની ક્ષમતામાં 20 ગણો વધારો આકર્ષણનું કેન્દ્ર બનશે. ડેટાની વાજબી કિંમતથી છેવાડાના માનવી સુધી મોબાઇલ નેટવર્ક પહોંચ્યું છે. દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઇબર, 5Gની ઉપલબ્ધ એક લાખથી વધુ રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપની સાથે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમનો પણ વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો.