અમદાવાદમાં ભવ્ય પ્રોપર્ટી શોનું આયોજન: લોકો અહીંયાથી ગમતા વિસ્તારમાં ગમતી પ્રોપર્ટી ખરીદી શકશે...

આ એક્ઝિબિશનમાં ઈન્ડસ્ટ્રીના 60 થી વધારે અગ્રણી ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોના 400 જેટલા રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, વીકએન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ્સG પ્રદર્શિત કરવામાં આવશે.

Share:

હાઈલાઇટ્સ

  • સંસ્થા દ્વારા આયોજિત 18 મો પ્રોપર્ટી શો બાયર્સ અને રીયલ એસ્ટેટના રોકાણકારો માટે એક સારા અવસર તરીકે જોવામાં આવી રહ્યો છે.
  • આ એક્ઝિબિશનમાં ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યુટ પણ ભાગ લઈ રહી છે અને સ્થળ પર જ લોનની મંજૂરી આપશે. 

અમદાવાદમાં ક્રેડાઈ અમદાવાદ દ્વારા 5 થી 7 જાન્યુઆરી દરમિયાન 18 માં GIHED પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટી શો છે. આ પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે. 

આ એક્ઝિબિશનમાં ઈન્ડસ્ટ્રીના 60 થી વધારે અગ્રણી ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોના 400 જેટલા રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, વીકએન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ્સG પ્રદર્શિત કરવામાં આવશે. આ એક્ઝિબિશનમાં ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યુટ પણ ભાગ લઈ રહી છે અને સ્થળ પર જ લોનની મંજૂરી આપશે. 

આ મામલે મીડિયા સાથે વાત કરતા ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે કહ્યું કે, વર્ષ 2005 માં GIHED પ્રોપર્ટી શોની શરૂઆત થઈ ત્યારથી જ સમગ્ર શહેરના લોકો અને બહારના પ્રોપર્ટી ખરીદનારા અને રોકાણકારો માટે વિવિધ સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ્સ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે વનસ્ટોપ સોલ્યુશન બનેલું છે.

સંસ્થા દ્વારા આયોજિત 18 મો પ્રોપર્ટી શો બાયર્સ અને રીયલ એસ્ટેટના રોકાણકારો માટે એક સારા અવસર તરીકે જોવામાં આવી રહ્યો છે. કારણ કે, આ જગ્યાએ લોકો મોકળાશથી મનગમતી પ્રોપર્ટી ખરીદી શકે છે. આ પ્રોપર્ટી શોમાં વિવિધ કેટેગરીની પ્રોપર્ટીઝ હશે. એટલે દરેક વ્યક્તિ પોતાના બજેટ અનુસાર અને મનપસંદ વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદી શકે.

Tags :