બોટાદ બાદ ગાંધીનગરમાં લઠ્ઠાકાંડ? દહેગામમાં દારૂ પીધા પછી 2 લોકોના મોતથી હડકંપ

દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.

Share:

હાઈલાઇટ્સ

  • દહેગામમાં દેશી દારૂ પીનારા બે લોકોના મોત થયા
  • અન્ય લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મોત થતાં હડકંપ મચી ગયો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં અન્ય 3 લોકોને પણ સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદથી ગામમાં હડકંપ મચી ગયો છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ અને ફોરેન્સિકની તપાસમાં ખુલાશે થશે કે આખરે દારૂ પીનારા લોકોનું મોત આખરે કયા કારણોસર થયું. આ ઘટનાને લઈને ઈમરજન્સી માટે 5 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે અને રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસવડા પણ હાલ લિહોડા ગામે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.

લઠ્ઠાકાંડ કે બીજું કંઈક?
સૂત્રોએ જણાવ્યું કે, રાત્રે જ દેશી દારૂના સેમ્પલ FSL તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. જેમાં ઈથેનોલ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ અંગે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, જેથી ખરેખર મોત કેવી રીતે થયા તેની પુષ્ટિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં અત્રેના એક બુટલેગરને ત્યાં ગઈકાલે કેટલાક લોકોએ દારૂ પીધો હતો. ત્યારબાદ એક પછી એક બધાની તબિયત લથડવા લાગી હતી. 

સ્ટોરીને સતત અપડેટ કરી રહ્યા છીએ