Surendranagar: ગંભીર અકસ્માત: ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત

અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • કોલસા ભરેલા ડમ્પરની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો
  • કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત, પોલીસ તપાસ શરૂ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયાના અહેવાલ મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુળી-સરલા રોડ પાસે કોલસા ભરેલા ડમ્પર પાછલ કાર ધડાકાભેર ઘૂસી હતી. જેમાં કારમાં સવાર 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

રોડ પર ટ્રાફિકજામ, મૃતકોની ઓળખ થઈ નથી
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે મૃતકોની ઓળખ અંગે પણ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ડમ્પર ચાલક સામે રોષ ઠાલવી રહ્યા છે.