Agri Stack Digital Crop Survey Project: ચાર જગ્યા ભરવાની છે, અરજી ક્યાં કરશો?

લાયકાત ધરાવતા અને અરજી કરવા ઈચ્છુક ઉમેદવારે ૨૦ જાન્યુઆરી સુધી [email protected] વેબસાઈટ ઉપર અરજી કરવાની રહેશે

Courtesy: freepik

Share:

હાઈલાઇટ્સ

  • અરજીનો નમુનો ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરી PDF ફોર્મેટમાં [email protected] ઉપર તા. 20 જાન્યુઆરી સુધીમાં મોકલવાનો
  • આ ૪ જગ્યાઓ કરાર આધારીત હશે જેનો માસિક પગાર રૂ. ૪૫,૦૦૦ રહેશે

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેકટ અમલીકરણ માટે ગાંધાનગર ખાતે હંગામી ધોરણે પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ અને હેલ્પ ડેસ્ક યુનિટની સ્થાપના કરવાની છે. પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ અને હેલ્પ ડેસ્ક માટે વિષય નિષ્ણાંતની ૪ જગ્યા માટે કરાર આધારિત ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. લાયકાત ધરાવતા અરજી કરવા ઈચ્છુક ઉમેદવારે www.dag.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી અરજીનો નમુનો ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરી PDF ફોર્મેટમાં [email protected] ઉપર તા. 20 જાન્યુઆરી સુધીમાં મોકલી આપવાની રહેશે તેમ નાયબ ખેતી 
નિયામકની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, આ ૪ જગ્યાઓ કરાર આધારીત હશે જેનો માસિક પગાર રૂ. ૪૫,૦૦૦ રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અરજી સાથે ઉમેદવારે ડોક્યુમેટ્સ કે આધારો રજુ કરવાના રહેશે નહી. આ ૪ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજી સંબધિત માહિતી જેમ કે, શૈક્ષણિક લાયકાતની, અરજી પત્રકનો નમુનો જેવી તમામ વિગતો www.dag gujarat.gov.in વેબસાઈટ ઉપર મુકવામાં આવી છે તેમ વધુમાં જણાવાયું છે.