Gujarat to Telangana: જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલા દર્દીને એરલિફ્ટ કરાયું

આમ આ કિસ્સા થકી રાજ્ય સરકાર અને આરોગ્યમંત્રીએ દર્શાવ્યું કે આરોગ્ય-સેવા માટે ભૌતિક માળખાકિય સુવિધાઓ જેટલી જ અનિવાર્ય છે માનવીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા.

Courtesy: Amit Chauhan

Share:

હાઈલાઇટ્સ

  • દર્દીના પરિવારજનોની તમામ નાણાકીય બચત સારવારમાં ખર્ચાઇ ગઇ હતી
  • 3 જાન્યુઆરીની રાત્રે 12-15 કલાકે આ દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા પહોંચાડવામાં આવ્યો

ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી(RSU)માં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના ૨૧ વર્ષના યુવકને બ્લડ કેન્સર હતું. અભ્યાસ દરમિયાન એક દિવસ અચાનક બેભાન થઇને ઢળી પડ્યો. તાત્કાલિક તેને ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો. જ્યાં ખબર પડી કે દર્દીને બ્રેઇનહેમરેજ છે, ઇન્ફેકશન છે. તબીબોએ વિવિધ રીપોર્ટ્સ કરાવ્યાં.  જેમાં જાણવા મળ્યું કે , WBC કાઉન્ટ જે સામાન્ય પણએ 4 થી 11 હજાર હોય છે તે 4.5 લાખ એ પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં દર્દીનું બચવું મુશકેલ હતું. પરંતુ તબીબોએ અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરી કરીને દર્દીનો જીવ બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા . 

Patient being shifted
દર્દીને ફ્લાઈટમાં તેલંગાના મોકલી આપવામાં આવ્યું હતું. Amit Chauhan

દર્દીના પરિવારજનોની તમામ નાણાકીય બચત સારવારમાં ખર્ચાઇ ગઇ હતી. પરિવાર દર્દીને અમદાવાદ થી પોતાના માદરે વતન તેલંગાણા લઇ જવા આર્થિક રીતે અક્ષમ હતું. હતાશ પરિવારને આઇ.સી.યુ. વોર્ડમાં જ  દાખલ અન્ય એક દર્દીના સગાએ સલાહ આપી કે, રાજ્યના આરોગ્યમંત્રીને તમારી સમસ્યાની રજુઆત કરો.આઇ.સી.યુ.માં પણ પડોશી ધર્મ નિભાવતા આ સગાએ દર્દીના ભાઇને એમ પણ કહ્યું કે, ગુજરાતના આરોગ્ય મંત્રી દર સોમવાર અને મંગળવાર સામાન્ય જનતાને મળે છે રજુઆત સાંભળે છે. 
આ જ આશાનું કિરણ લઇને તેલંગાણાનું પરિવાર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલયે પહોંચ્યું. સ્થિતિની રજૂઆત પણ કરી.મંત્રીએ પણ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. અને દર્દીને મદદ કરવા માટે જરૂરી સુચનાઓ આપી. 
અન્ય ડિપાર્ટમેન્ટસના સહયોગ, કેન્દ્રીય મંત્રાલયના સહયોગથી આ દર્દીને એરલાઇન્સ મારફતે એરલિફ્ટ કરી તેલંગાણા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા મોકલવાનું કામ આસાન તો ન જ હતું. દર્દીની શારિરીક સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતના નિષ્ણાંત તબીબોની ટીમ, નર્સિંગ સ્ટાફ, કેયર ટેકર, અન્ય જરૂરી સપોર્ટીવ મેડિશીન સાથેની વ્યવસ્થા કરવી જરૂરી હતી. મંત્રી પટેલની સૂચના પ્રમાણે આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી. 
બુધવારને 3 જાન્યુઆરીની રાત્રે 12-15 કલાકે આ દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા પહોંચાડવામાં આવ્યો . વહેલી સવારે 4-00 કલાકે તેલંગાણાની હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યાં સુધી ગુજરાતની સમગ્ર ટીમ અને ગુજરાતથી મોકલેલ તબીબો પણ દર્દી અન પરિવારજનોની સાથે જ રહ્યા. ત્યાંના તબીબોને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ પણ કરાવ્યા. હાલ આ દર્દી તબીબોની દેખરેખ હેઠળ છે.
દર્દી જ્યારે તેલગાંણા પહોંચી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. સ્થિતિ સંપૂર્ણપણે સ્થિત થઇ ત્યારે ફરી એક વખત મંત્રીએ આ દર્દીના સગા વ્હાલાઓને વીડિયો કોલ દ્વારા વાર્તાલાપ કર્યો . દર્દી અને સમગ્ર પરિવારજનોની સ્વાસ્થ્ય પૃચ્છા કરી. આ વાર્તાલાપ વેળાએ દર્દીના પરિવારજનો ભાવુક બની ગયા હતા અને તેઓએ ગુજરાત સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. 
આમ આ કિસ્સા થકી  રાજ્ય સરકાર અને આરોગ્યમંત્રીએ દર્શાવ્યું કે આરોગ્ય-સેવા માટે ભૌતિક માળખાકિય સુવિધાઓ જેટલી જ અનિવાર્ય છે માનવીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા.
આ કેસની ટેકનીકલ સાઇડની ગંભીરતા
બેભાન અવસ્થામાં દર્દી હોસ્પિટલમાં ઇમરજન્સીમા લાવવામાં આવ્યો.
પ્રારંભિક મૂલ્યાંકનમાં હાયપરલ્યુકોસાયટોસિસ (WBC કાઉન્ટ: 450,000/cmm, સામાન્ય 4000 થી 11000), 
મગજની ડાબી બાજુએ જગ્યા જખમ અને રક્તસ્રાવ 
મગજ અને ફેફસાંને અસર કરતા લ્યુકોસ્ટેસિસ (રક્ત પ્રવાહ ગૌણ અને WBC ગણતરીમાં ઘટાડો) દ્વારા જટિલ બ્લડ કેન્સર (ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા) હોવાનું નિદાન થયું.
ઇમરજન્સી સારવારમાં લ્યુકાફેરેસીસ (મશીન વડે ડબલ્યુબીસી દૂર કરવું), કેન્સર વિરોધી ઉપચાર, રક્ત તબદિલી, સહાયક સંભાળ અને વેન્ટિલેટરી સપોર્ટની જરૂર પડી.
જખમવાળા ભાગ  અને રક્તસ્રાવને કારણે મગજ પર દબાણની અસરને દૂર કરવા ક્રેનિયોટોમી સર્જરી કરવામાં આવી. 
કોગ્યુલેશન અસાધારણતા (રક્તસ્ત્રાવની સમસ્યાઓ), ચેપ (વારંવાર નીચલા શ્વસન માર્ગના ચેપ, બેક્ટેરિયલ, ફંગલ ચેપ) અને ન્યુમોથોરેક્સ સાથેના પડકારોનો સામનો કરવો પડ્યો.
આ બધી સમસ્યાઓના પગલે આ દર્દીને ગંભીર સંભાળ અને ટ્રેચેઓસ્ટોમી પ્રક્રિયા સાથે લાંબા સમય સુધી ICUમાં રહેવા ફરજ પડી હતી. 
આ તમામ સમસ્યાઓની વચ્ચે સંપૂર્ણપણે કાળજી સાથે, તબીબોના પરામર્શ, સંકલન અને એરલિફ્ટ સમયે પણ નિષ્ણાંત તબીબોના સતત મોનીટરીંગ સાથે દર્દીને તેલંગાણા મોકલાયો.
હાલ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે. 
સારવારમાં સિંહફાળો રહ્યો લેફ્ટનન્ટ જનરલ (ડૉ.) વેલુ નાયર (વરિષ્ઠ સલાહકાર,
હેમેટોલોજી વિભાગના વડા ડૉ. વિજયકુમાર શિરુરે (હેમેટોલોજિસ્ટ), 
ડૉ. સોમેશ દેસાઈ (ન્યુરોસર્જન), ડૉ. સંજય શાહ , (ઇમરજન્સી વિભાગ), ડૉ. મહર્ષિ દેસાઈ (ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ), ડૉ. રાજેશ વિશ્વકર્મા (ENT નિષ્ણાત), ડૉ. સંજય ગુપ્તા (ટ્રાન્સફ્યુઝન મેડિસિન)
:- સમગ્ર ઘટનાક્રમની હાઇલાઇટ્સ -:

ગુજરાતની રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી(RSU) માં અભ્યાસ કરતા ૨૧ વર્ષનો યુવક દર્દી બ્લેડ કેન્સરનો ભોગ બન્યો.
બ્લડ કેન્સરના કારણે દર્દી અચાનક બેભાન થતાં ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયો
સામાન્યપણે વ્યક્તિના WBC કાઉન્ટ 4000 થી 11,000 હજાર હોય, આ કિસ્સામાં તે 4,50,000 એ પહોંચ્યા હતા.
તબીબોએ અત્યંત જટિલ સર્જરી કરીને દર્દીને સાજો કર્યો
પરત જવા પૈસા કે વ્યવસ્થા ન હોવાથી આરોગ્યમંત્રીને રજુઆત કરી
આરોગ્યમંત્રીએ સંવેદનાનો પરિચય આપતા દર્દીને એરલિફ્ટ કરાવી વતન પરત ફરવામાં સહાય કરી અને હોસ્પિટલમાં દાખલ પણ કરાવ્યો