Ahmedabad: મકાન છોડી રસ્તા પર રહેતા પરિવારને પાછુ મોકલ્યુ, કોર્પોરેશને કર્યુ માનવતાનું કામ

નાઈટ ડ્રાઈવ દરમ્યાન મળી આવેલ માનસિક બીમાર મહિલા ને અ.મ્યુ.કો. ના યુ.સી.ડી વિભાગ મારફતે યોગ્ય કાઉન્સિલિંગ મળતા પુનઃસ્થાપન થયું, પરિવાર સાથે પોતાના વતન પરત ફર્યા

Courtesy: Ahmedabad Municipal Corporation

Share:

હાઈલાઇટ્સ

  • કોર્પોરેશનની ટીમે મહિલા અને તેના પરિવારને ભોજન પુરુ પાડી બસનુ ભાડુ આપી ઘરે રવાના કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી (અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ) વિભાગ ધ્વારા દૈનિક ધોરણે મોર્નીગ ડ્રાઈવ તથા નાઈટ ડ્રાઈવ કરવામાં આવે છે. આ દરમિયાન મ્યુનિસિપાલીટના કર્મચારીઓ જાહેરજગ્યાઓ ઉપર જોખમી રીતે આશ્રય
 લેતા ઘર વિહોણા લોકોને શોધી તેમણે નજીકના આશ્રય ગૃહ ખાતે શિફ્ટ કરવાની કામગીરી કરે છે અને અત્યાર સુધીમાં અનેક નિરાશ્રિતોને માથી છત મળે તેવું તેમણે કામ કર્યું છે અને ગત દિવસોમાં પણ એવું જ થયું. જો કે આ વખતે કોર્પોરેશને મહિલાને કોઈ શેલ્ટર હોમમાં નહીં પણ તેના પોતાના ઘરે પાછી મોકલીને માનવતાનો એક ઉમદા દાખલો ઉભો કર્યો છે. 

Ahmedabad Municipal Corporation
સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ટિકીટ આપી ઘરે રવાના કરી મહિલા અને તેના પરિવારને. Ahmedabad Municipal Corporation

અર્બન કોમ્યુનિટી ડેવલોપમેન્ટ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા એક નાઈટ ડ્રાઈવમાં દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં કર્ણાવતી કલબ પાસે ગીતાબેન દંતાણી નામના એક મહિલા જેઓની ઉંમર આશરે 39 વર્ષ છે તેમને માનસિક રીતે બિમાર  હાલતમાં તેઓની બે પુત્રી, એક પુત્ર અને પતિ સાથે જાહેર જગ્યામાં જોખમી રીતે આશ્રય લેતા જોયા. તપાસ કરતાં એવુ માલુમ પડ્યુ કે,તે મહિલા અને તેનો પરિવાર ઘણા લાંબા સમયથી તે જગ્યાએ આશ્રય લઈ રહી હતી. જેને પગલે ટીમે તેમનો સંપર્ક કર્યો અને તેમની સાથેવાત કરવાનું ચાલુ કર્યું. જ્યારે સંવાદો થયા ત્યારે ખબર પડી કે તે મહિલા માનસિક રીતે અસ્થિર છે. આથી યોગ્ય, લાયકાત ધરાવતાં કાઉન્સેલરો દ્વારા તે મહિલા અને તેના પરિવારનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું. 

ઘણાં જ પ્રયત્નોના અંતે મહિલા અને તેનો પરિવાર સલામત સ્થળે જવા માટે રાજી થયા અને તેમને યુસીડી દ્વારા ચલાવવામાં આવતાં શેલ્ટરહોમ, આશ્રયગૃહમાં લઈ જવામાં આવ્યા. અહીંયા મહિલા અને તેના પરિવારને ભોજન આપવામાં આવ્યું અને તેની સાથે ફરીથી કાઉન્સેલીંગ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તેમને બનાસ ચોકડી, ધોળકા પાસે એક મકાન છે. આથી કોર્પોરેશનની ટીમે તેમને પોતાના ઘરે જવા માટે તૈયાર કર્યા અને ઘોળકા પહોંચવા માટે પણ તેમને જરૂરી ખોરાક અને પાણી ભરી આપ્યા. કોર્પોરેશને તેમની ટિકીટના પૈસા પણ કાઢ્યા અને અંતે પરિવાર ધોળકા પોતાના મુકામે સલામતી પાછું ફર્યું.