Dangerous: Ahmedabad Exclusive પક્ષી કાઢવા જતાં ફાયર મેન બળીને ભડથુ થઈ ગયો, જુઓ ભયાનક તસવીરો

વિજળીના થાંભલામાં ઉત્તરાયણ દરમિયાન એક પક્ષી જીવન - મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હોવાનો કોલ અમદાવાદા ફાયર એન્ડ ઈમર્જન્સિને મળતાં ઘુમા ગામમાં પક્ષી બચાવવા ગયેલા 41 વર્ષનો ફાયર મેન ઈલેક્ટ્રીક્ટના ચાલુ વાયરને અડી જતાં ઘટના સ્થળ પર જ બળીને ખાખ થઈ ગયાનો રૂંવાટી ઊભી કરી દેતો વિડીયો વાઈરલ થયો છે. 

Courtesy: Saurashtrakutch

Share:

હાઈલાઇટ્સ

  • ભડભડ બળતાં ફાયર મેનને કોઈ બચાવી ના શક્યું

હેમીંગ્ટન જેમ્સ 

વિજળીના થાંભલામાં ઉત્તરાયણ દરમિયાન એક પક્ષી જીવન - મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હોવાનો કોલ અમદાવાદા ફાયર એન્ડ ઈમર્જન્સિને મળતાં ઘુમા ગામમાં પક્ષી બચાવવા ગયેલા 41 વર્ષનો ફાયર મેન ઈલેક્ટ્રીક્ટના ચાલુ વાયરને અડી જતાં ઘટના સ્થળ પર જ બળીને ખાખ થઈ ગયાનો રૂંવાટી ઊભી કરી દેતો વિડીયો એક્સક્લુઝીવ સૈારાષ્ટ્રકચ્છને મળ્યો છે. 

Fire Employee
મરણપામનાર કર્મચારી અનિલ ગોરાભાઈ પરમાર Saurashtrakutch.com

ચીફ ફાયર ઓફિસ, જયેશદાન ખડીયાએ આપેલી માહિતી અનુસાર આજે સવારે એક કોલ સાઉથ બોપલ ફાયર સ્ટેશનમાં મોકલવામાં આવ્યો હતો જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે એક ચામાચીડીયુ થાંભલા પર ફસાયેલું છે. કોલને પગલે ફાયરના કર્મચારીઓ સ્થળ પર ગયા અને પક્ષીને બચાવવા માટે કામગીરી હાથ ઘરી. ફાયરના આ કર્મચારીઓની ટીમમાં 41 વર્ષના અનિલ ગોરાભાઈ પરમાર પણ હતા. તેમણે પક્ષીને બચાવવા માટે પ્રયત્નો કર્યા અને જ્યારે જમીન પરથી કામ ના થયું તો તેમણે થાંભલા પર ચઢવાનો પ્રયત્ન કર્યો.

live picture of fire man burnt alive
બળીને ખાખ થઈ ગયેલો ફાયરમેન saurashtrakutch.com

આ ઘટના ઘુમા ગામમાં મેપલ એપાર્ટમેન્ટની બહાર બની છે. 

"અમે એમને કહ્યું હતું કે ઈલેક્ટ્રીક સપ્લાય ચાલુ છે અને કંપની વાળાને બોલાવવામાં આવ્યા છે ત્યારે તેમણે થાડા વધારે ઓવર કોન્ફિડન્સમાં આવીને આ પગલુ ભર્યું. સામાન્ય રીતે ઘટના બે કારણસર થાય એક અકસ્માત હોય અને બીજી ભૂલ. આને ભૂલ કહેવાય."