Transgender Woman: ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં એક પછી એક નોકરી ગુમાવનાર એક ટ્રાન્સ જેન્ડર મહિલાની કહાની

ભારતનું બંધારણ, સંસદ અને રાજ્ય સભાઓ તેમને ખાસ દરજ્જો આપે છે અને તેને બંધારણીય અધિકાર પણ

Courtesy: stock.adobe

Share:

હાઈલાઇટ્સ

  • સુપ્રીમ કોર્ટે મહિલાને ખાતરી આપતાં કહ્યુ અમે કઈંક કરીશુ
  • ગુજરાત, ઉત્તર પ્રદેશ, કેન્દ્ર સરકાર અને બંને શાળાના વડાઓને નોટિસ


શિતલ અને તેના પરિવારજનો અત્યંત ખુશ હતા કે હવે તેમની આર્થિક તંગનો અંત આવશે કારણ કે શિતલને ઉત્તર પ્રદેશની ઉમા દેવી ચિલ્ડ્રન્સ એકેડેમીમાં નોકરી મળી ગઈ હતી. શિતલને ક્યાં ખબર હતી કે તેની તકલીફો તો હજુ શરૂ જ થઈ હતી. એક અઠવાડિયુ થયું એટલે તે પોતાના પરિવારને લઈને એક રેસ્ટોરન્ટમાં જમવા ગઈ અને બીજા જ દિવસે તે જેવી સ્કુલે ગઈ કે તરત જ તેને શાળાના આચાર્યએ બોલાવીની શાળા છોડી દેવા માટે દબાણ કર્યું અને તેને કાઢી મુકી. કારણ હતુ શિતલનું ટ્રાન્સજેન્ડર હોવું. નાસીપાસ થઈને શિતલ હજારો કિ.મી મુસાફરી કરી ગુજરાતમાં આવી એવી આશાએ કે અહીંયા તેને ચોક્કસ કોઈ જોબ મળી જશે. પણ ગુજરાતમાં પણ તેને કોઈએ સ્વીકારી નહી. 
ભારતમાં આજે પણ ટ્રાન્સજેન્ડરને સમાજમાં કોઈ માન સન્માન નથી કે નથી તેમના માટે નોકરીમાં કોઈ જગ્યા. 
ગુજરાતમાં આવીને શિતલે જોમનગરમા જે પી મોદી સ્કુલમાં જોબ તો સિક્યોર કરી લીધી પણ જેવી સ્કુલ મેનેજમેન્ટને ખબર પડી કે તે ટ્રાન્સજેન્ડર છે કે તરત તેને શાળામાંથી બહાર હાંકી કાઢવામાં આવી. જે જોબ ઓફર લેટર તેને આપવામાં આવ્યો હતો તે પણ રદ્દ કરી દેવામાં આવ્યો.
એક દાયકા જુના નાલસા કેસનો સંદર્ભ લેતાં તેણે પોતાના વકિલ યશરાજ સિંહ ડેઓરા દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો જ્યાં ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રસુડ અને જે બે પાર્ડીવાલાએ ટાંક્યુ કે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આ મહિલાની સાથે નોકરી મેળવવામાં અન્યાય થયો છે એટલે તે નિરાશ છે. બેંચે શિતલના એડવોકેટને એવું પણ પુછ્યું કે શા માટે તેમણે ઉત્તર પ્રદેશ કે ગુજરાતમાં કેસના કર્યો જ્યાં તેની સાથે અન્યાય થયો હતો? 
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને બંને શાળાના વડાઓને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. 
વર્ષ 2014ના નાલસા જજમેન્ટમાં સુપ્રમી કોર્ટે એવું ટાંક્યું હતું કે, હિજડાઓ, નપુસંકો અને ટ્રાન્સ જેન્ડરોને થર્ડ જેન્ડર તરીકે ગણવા જેથી તેમના હકોની જાણવળી થાય. આપણાં બંધારણનો ભાગ 3, સંસદ અને રાજય ભવનો પણ તેમને એ અધિકાર આપે છે. 
(મહિલાનું નામ બદલ્યું છે.)