Ahmedabad: 13-14 જાન્યુઆરીએ આતંકી હુમલાના ખોટા મેસેજ, અમરેલીના શખ્સની અટકાયત

ઉત્તરાયણ પર અમદાવાદમાં આતંકી હમલો થવાનો ભય ફેલાવનાર અમરેલીના યુવાન સામે પોલીસે ગુનો નોંધ્યો છે.અમરેલીના માણેકપરામાં રહેતા શ્રેણીક સંદીપભાઈ શાહ, નામના 27 વર્ષિય આરોપીએ અમદાવાદની આમ જનતામાં ભય અને ગભરાટ પેદા કરવાના ઉદ્દેશથી અને જાહેર સુલેહશાંતીનો ભંગ કરવા માટે ઈરાદાપૂર્વક આ મેસેજ ફેલાવ્યો હતો. 

Share:

હાઈલાઇટ્સ

  • ઉત્તરાયણ પર અમદાવાદમાં આતંકી હમલો થવાનો ભય ફેલાવનાર અમરેલીના યુવાન સામે પોલીસે ગુનો નોંધ્યો
  • જનતામાં ભય અને ગભરાટ પેદા કરવાના ઉદ્દેશથી અને જાહેર સુલેહશાંતીનો ભંગ કરવા માટે ઈરાદાપૂર્વક આ મેસેજ ફેલાવ્યો હતો

અમદાવાદમાં 13 જાન્યુઆરી અને 14 જાન્યુઆરીએ આંતકી હુમલો થવાનો ભયજનક મેસેજ સોશીયલ મીડિયામાં વાયરલ કરીને ગંભીર દહેશત ફેલાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આંતકી હુમલો કરવાના મેસેજ વાયરલ કરનાર યુવક અમરેલીનો શ્રેણીક શાહ હોવાનું જાણવા મળતાં અમરેલી એસ. ઓ. જી. એ ગુન્હો નોંધીને આંતકી હુમલો કરવાના મેસેજ કરનારાની અટકાયત કરી છે. 

ઉત્તરાયણ પર અમદાવાદમાં આતંકી હમલો થવાનો ભય ફેલાવનાર અમરેલીના યુવાન સામે પોલીસે ગુનો નોંધ્યો છે.અમરેલીના માણેકપરામાં રહેતા શ્રેણીક સંદીપભાઈ શાહ, નામના 27 વર્ષિય આરોપીએ અમદાવાદની આમ જનતામાં ભય અને ગભરાટ પેદા કરવાના ઉદ્દેશથી અને જાહેર સુલેહશાંતીનો ભંગ કરવા માટે ઈરાદાપૂર્વક આ મેસેજ ફેલાવ્યો હતો. 

સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર અમરેલીનો શ્રેણીક શાહ સામે અમરેલી SOG એ નોંધાવી ફરીયાદ નોંધીને આરોપી ની ધરપકડ કરી હતી અમદાવાદ બ્લાસ્ટ થવાની દહેશત ફેલાવનાર આરોપી શ્રેણીક શાહ પોલીસના કબજામાં છે ને સોશીયલ મીડીયા મારફતે અમદાવાદમાં દહેશતનું વાતવરણ ઉભુ કરનાર સામે અમરેલીમાં ગુન્હો નોંધીને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે શ્રેણીક શાહનું લેપટોપ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કરીને જીણવટ ભરી તપાસ હાથ ધરી છે

આ ખોટા મેસેજ વાયરલ કરનાર શખ્સનો આવા મેસેજ વાયરલ કરવા પાછળનો મૂળ હેતુ શું છે તે જાણવા મળ્યું નથી. પોલીસે આ શખ્સની અટકાયત કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. હવે SOG દ્વારા આ શખ્સની કડક પૂછપરછ થશે.