Ahmedabadના 80% ઓટો સ્ટેન્ડ કાગળ પર, રિક્ષા ડ્રાઈવર યુનિયનનો દાવો

Ahmedabad Auto Stand: અમદાવાદમાં તમારે ક્યાંક રસ્તા પર બાઈક કે ટુ વ્હીલર લઈને જવાનું થાય તો ટ્રાફિકથી કંટાળી જાઓ. ખાસ કરીને રિક્ષા ચાલકોને સ્ટેન્ડ ન ફાળવાયા હોવાથી વધારે ટ્રાફિક થતો હોય છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદમાં માત્ર 20 ટકા જેટલાં જ રિક્ષા સ્ટેન્ડ કાર્યરત
  • 80 ટકા સ્ટેન્ડ માત્ર કાગળ પર, રિક્ષા ડ્રાઈવર યુનિયનનો દાવો
  • ટ્રાફિકની સમસ્યા ઘટવાના કારણે વધી રહી છે

અમદાવાદઃ શહેરના રિક્ષા ડ્રાઈવર યુનિયને એક ચોંકાવનારો દાવો કર્યો છે. શહેરમાં બેથી અઢી લાખ જેટલી રિક્ષાઓ છે. જો કે, ચોંકાવારની વાત એ છે કે, તંત્ર દ્વારા સત્તાવાર રીતે 3020 સ્ટેન્ડો પર 19 હજાર રિક્ષાઓ માટે ફાળવ્યા છે. ત્યારે યુનિયનનો દાવો છે કે, માત્ર વીસ ટકા જ સ્ટેન્ડ કાર્યરત છે. જ્યારે 80 ટકા રિક્ષા સ્ટેન્ડ કાગળ પર છે. 

આટલા સ્ટેન્ડ ફાળવ્યા 
ઓટો રિક્ષા ડ્રાઈવરના યુનિયન રાજ શિરકેએ એક એક અખબારને આપેલાં ઈન્ટરવ્યૂમા જણાવ્યું કે, ઓટો રિક્ષાના ચાલકોને કોઈ પણ જાણ કર્યા વગર જ જગ્યા ફાળવી દેવામાં આવી છે. કારણ કે ટ્રાફિક પોલીસને હાઈકોર્ટમાં રિપોર્ટ જમા કરાવવાનો હતો. 2018માં શહેર પોલીસ કમિશનર દ્વારા 19000 રિક્ષાઓ માટે 3020 સ્ટેન્ડ ફાળવ્યા હતા. એમાંથી મોટાભાગના હાલ નકામા છે. 

આવી સ્થિતિ છે 
રાજ શિરકેએ આગળ જણાવ્યું કે, અમને નિર્ધારિત સ્ટેન્ડો પરથી મુસાફરો મળતા નથી. કારણ કે ત્યાં દબાણ અને કેટલીક જગ્યાએ પાર્કિંગની સુવિધા નથી. કેટલીક જગ્યાએ રિક્ષા પાર્કિંગના સાઈન બોર્ડ તો છે પણ જગ્યા નથી. જો ડ્રાઈવર્સ પોતાની રિક્ષા અહીં પાર્ક કરીને બેસી જશે તો તેમને મુસાફરો નહીં મળે. એટલે અન્ય જગ્યાએ રિક્ષાઓ પાર્ક કરવામાં આવે છે કે જ્યાંથી મુસાફરો મળી શકે. આના કારણે ટ્રાફિક જામ પણ થતો હોય છે. 

આ જગ્યાએ નથી 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ પાસે કે સીજી રોડ પર રિક્ષા સ્ટેન્ડ નથી. અહીં મોટાભાગની દુકાનો અને ઓફિસો આવેલી છે. જો વાત કરવામાં આવે ઉસ્માનપુરાની તો અહીં પણ સ્ટેન્ડ ન હોવાનું રાજ શિરકેએ જણાવ્યું હતું. બીઆરટીએસ કોરીડોર પાસે પણ સ્ટેન્ડ નથી. જો આ મામલે પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ટ્રાફિકની મુશ્કેલીનો સામનો કરવો પડશે.