Ahmedabad: હવે નકલી જજ દ્વારા ઈશ્યૂ કરાયેલા ફેક વોરંટનો પર્દાફાશ

ગુજરાતમાં તાજેતરમાં ફેક સરકારી કચેરી અને પછી નકલી ટોલનાકુ ઝડપાયું હતું. ત્યારે હવે આવો જ એક વધુ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફેક જજે નકલી વોરંટ્સ ઈસ્યૂ કર્યા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • યુવકને નકલી જજે ઈસ્યૂ કર્યો વોરંટ
  • યુવક કોર્ટમાં પહોંચ્યો ત્યારે થયો ખુલાસો
  • યુવકે પોલીસમાં આ મામલે કરી છે રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે. ગયા વર્ષે મણિનગરમાં રહેતો કિરણ પટેલ નકલી પીએમઓ અધિકારી બનીને જમ્મુ-કાશ્મીરમાં ફરવા માટે ગયો હતો. એ પછી દાહોદમાંથી નકલી કચેરી પકડાઈ અને પછી નકલી ચેક પોસ્ટ પકડાઈ હતી. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હવે નકલી જજના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ નકલી જજે ફેક વોરંટ ઈસ્યૂ કરતા હતા અને જ્યારે આ વાત સામે આવી તો ખળભળાટ મચી ગયો છે. 

નકલી જજે ઈસ્યૂ કર્યા વોરંટ
એક ગુજરાતી વેબસાઈટના રિપોર્ટ મુજબ, હવે કોર્ટમાંથી એક નકલી જજનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો સામે આવતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. આ નકલી જજ દ્વારા અનેક નકલી વોરંટ પણ ઈસ્યૂ કરવામાં આવ્યોનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જે નામના કોઈ જજ નથી એમના જ નામે આ વોરંટ ઈસ્યૂ કરવામાં આવ્યા હતા. 

યુવક કોર્ટમાં ગયો અને ખુલાસો થયો 
એક યુવક સામે લેબર કોર્ટમાંથી બીન જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ થયો હતો. એ પછી યુવક કોર્ટમાં આ વોરંટ લઈને પહોંચ્યો હતો. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે આખી વાતનો ખુલાસો થયો કે આવા કોઈ જજ છે જ નહીં. જે બાદ આ યવુકે પોલીસમાં અરજી કરી હતી. ત્યારે હવે આ કેસમાં પોલીસ તપાસ બાદ વધુ ખુલાસો થાય એવી શક્યતા છે.