સાયબર ફ્રોડથી લોકોને જાગ્રૃત કરવા માટે અમદાવાદ પોલીસે બહાર પાડી માર્ગદર્શિકા

સાયબર ફ્રોડમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર પોલીસે એક માર્ગદર્શિકા બહાર પાડીને લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કર્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદ શહેર પોલીસે એક ગાઈડ બહાર પાડી છે
  • છ પોઈન્ટમાં પોલીસે સાયબર ફ્રોડથી બચવાના ઉપાય આપ્યા
  • કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરતા ચેતવું જોઈએ

અમદાવાદઃ ગુજરાત સહિત આખા દેશમાં સાયબર ક્રાઈમમાં વધારો થયો છે. મોબાઈલ અને ઈન્ટરનેટ સરળ બન્યા બાદ તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસે એક માર્ગદર્શિકા બહાર પાડી છે અને લોકોને જાગ્રૃત કર્યા છે. અમદાવાદ પોલીસે પોતાની માર્ગદર્શિકા બહાર પાડીને લોકોને જાગ્રૃત કરવા માટે એક પ્રયાસ કર્યો છે. જેમાં સાયબર ફ્રોડથી બચવા માટે શું ઉપાય કરવા જોઈએ એ પણ વાત કરી છે. 

ફ્રોડથી બચવા આટલું કરો 
અમદાવાદ શહેર પોલીસે બહાર પાડેલી માર્ગદર્શિકામાં એવું કહ્યું છે કે, તમારે આવા ફ્રોડથી બચવા માટે શું શું કરવુ જોઈએ. જો કે, શહેર પોલીસે બહાર પાડેલી માર્ગદર્શિકામાં છ જેટલી મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. શહેર પોલીસે પોતાની માર્ગદર્શિકામાં એવું કહ્યું છે કે, જો તમે સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવો છો તો તેના દરેક પાસવર્ડને મજબૂત રાખો. 

આ પણ ધ્યાન રાખવું 
બીજી મહત્વની વાત ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનની પણ કરી છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે, શક્ય હોય ત્યારે 2FAને અનેબલ રાખવું જોઈએ. સોફ્ટવેર અપડેટ પર પોલીસે કહ્યું કે તમારો મોબાઈલ અને તેના સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખો. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ અનટ્રસ્ટેડ સોર્સમાંથી કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરતા પહેલાં વિચાર કરવો જોઈએ. 

લિંક ઓપન કરતા ચેતવું 
ફિશિંગ વિશે વાત કરતા કહ્યું કે, કોઈ પણ જાતની લિંક આવે તો તેને ઓપન કરતા પહેલાં ચેતવું જોઈએ. કોઈ પણ અજાણી લિંક હોય કે શંકાસ્પદ લિંક હોય તો તેના પર ક્લિક કરતા પહેલાં ચેતજો. જ્યારે ડેટા વિશે વાત કરતા શહેર પોલીસે એવું કહ્યું કે, તમારા મહત્વના કોઈ પણ ડેટા હોય તો તેને હંમેશા બેકઅપ કરતા રહેવું.