Olympic 2036: અમદાવાદનું સરદાર પટેલ કોમ્પલેક્સ ઓલમ્પિક 2036ની ગેમ્સનું વેન્યૂ હશે, અમિત શાહે કરી જાહેરાત

Olympic 2036: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, અમદાવાદના સરદાર પટેલ કોમ્પલેક્સમાં આગામી ઓલમ્પિક 2036 યોજાશે.

Share:

હાઈલાઇટ્સ

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે બની રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ
  • ઓલમ્પિક 2036 ગેમ્સ આ કોમ્પલેક્સમાં રમાશે
  • ભારતનું સૌથી મોટુ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ હશે

અમદાવાદઃ ઓલમ્પિક 2036ને લઈને ભારત છેલ્લાં કેટલાંક લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યું છે. દેશમાં એની આશાઓ પણ વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આવી આશાઓને એક નવી ઉડાન આપી છે. અમિત શાહે કહ્યું કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલું સરદાર પટેલ કોમ્પલેક્સ ઓલમ્પિક 2036ની ગેમ્સ માટેનું વેન્યૂ હોઈ શકે છે. તેઓએ એવું પણ કહ્યું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે એક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બની રહ્યું છે. જે 2036 ઓલમ્પિકની મેજબાની કરશે. 

સ્પોર્ટ્સને આગળ વધારવા પ્રયાસ 
ઓલમ્પિકની મેજબાનીને સક્ષમ બનાવવા માટે ગુજરાત સરકારે અથાગ પ્રયાસો કર્યા છે. ગુજરાત સરકારે ગેમ્સના માળખાને તૈયાર કરવા માટે વિવિધ કંપનીઓ સાથે હાથ પણ મિલાવ્યો છે. પોતાના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવેલાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીએ તમામ સાંસદોને પોતાના વિસ્તારોમાં સ્પોર્ટ્સને આગળ વધારવા માટે વાત કરી છે. હાલ અહીં જે પ્રતિયોગિતા ચાલી રહી છે તે દોઢ મહિના સુધી ચાલશે. ગેમ્સ આપણી અંદર સ્પોર્ટ્સમેન શિપ પેદા કરે છે. 

2023 ઓલમ્પિકની મેજબાની
અમિત શાહે ગાંધીનગરમાં યોજાયેલી આ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં એવું પણ કહ્યું કે, શાનથી જીતવાની અને હારવાની આદત જરુરી છે. જે લોકો રાજકારણ અને સ્પોર્ટ્સમાં ખરાબ રમે છે તેઓની અંદર સ્પોર્ટ્સમેન શિપની કમી હોય છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. તેની પાસે જ એક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બની રહ્યું છે. જે ઓલમ્પિક 2023ની મેજબાની કરશે. 

આટલા કરોડનો ખર્ચ 
આ નવા કોમ્પલેક્સ માટે રુપિયા 4600 કરોડ અને નવરંગપુરા પાસે આવેલા કોમ્પલેક્સ માટે રુપિયા 600 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે ભારતનું સૌથી મોટુ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ હશે. સરકાર પણ ગુજરાતમાં સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપવા માટે અનેક કરોડો રુપિયા ખર્ચી રહી છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ ખેલ મહાકુંભની શરુઆત કરી હતી. જેમાં અનેક રમતવીરોને તક મળી.