અમરેલી ટ્રિપલ મર્ડર: પતિ-પત્ની અને બાળકીને કેમ ઉતારવામાં આવ્યા મોતને ઘાટ?

પુત્રીને ડાકણે મારી નાખ્યાની અંધશ્રદ્ધામાં મહિલા તેના પતિ અને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધા છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમરેલીના લાલાવદનમાં કૂવામાંથી મળેળી 3 લાશોનો ભેદ ઉકેલાયો

અમરેલીના લાલાવદર ગામે કૂવામાંથી 3 વ્યક્તિઓનો મૃતદેહ મળવાની કાળજું કંપાવતી ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયા બાદ પોલીસે ભેદ ઉકેલીને 3 આરોપીની ધરપકડ કરી છે. એકસાથે 3 લોકોની હત્યા કરવા પાછળ ભૂરીબેન ડાકણ હોય અને મુખ્ય આરોપીની દીકરીનું મોત ભૂરીબેનને તાંત્રિકવિધિના કારણે થયું હોવાની શંકાના આધારે ખૂની ખેલ રચાયો હોવાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.

અમરેલી એસપી હિમકરસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, અમરેલીના લાલાવદર ગામે બે દિવસ પહેલા પરપ્રાંતિય શ્રમિક પરિવારના પતિ-પત્ની અને તેમની 8 વર્ષની બાળકી બાળકોની કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ત્રણેય લાશના ભાવનગરમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં તેમની હત્યા થઈ હોવાનું ખૂલતા પોલીસ દ્વારા શકમંદ ભૂરા સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. અમરેલી એલસીબી સહિતની ટીમોની તપાસ દરમિયાન પોલીસ દ્વારા આ કેસમાં બબલુ ઉર્ફે પ્યારસિંહ ઉર્ફે ભોલો ભુરસિંહ વસુનીયા જે હાલમાં સાવરકુંડલાના હાડીડા ગામે રામભાઈ કુંભારની વાડીએ રહેતો હતો. મેરસિંહ તીનચીયા પારદીયા પણ એમપીનો છે અને હાલમાં તે પણ હાડીડા ગામની વાડીમાં રહેતો હતો તથા ઈન્દ્ર કિસન વાસુનીયા નામના શખસની પણ પોલીસે ધરપકડ કરી છે, જે હાલમાં લાઠીમાં ભરતભાઈ કોટડિયાની વાડીમાં રહેતો હતો. જ્યારે આ કેસમાં મુખ્ય સૂત્રધાર ભૂરો મોહન બામનીયા જે એમપીનો છે અને હાલમાં રાજકોટના જામ કંડોરણાની સીમમાં રહેતો હતો તે હાલ ફરાર હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

કેવી રીતે આપ્યો હત્યાને અંજામ?
પોલીસે ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, મુખ્ય સૂત્રધાર કે જે પકડાયેલા આરોપી બબલુનો બનેવી છે અને ઈન્દરનો કુટુંબી સગો થાય છે, તેણે 10 જાન્યુઆરીના રોજ ઈન્દરને ફોન કરીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. નક્કી થયા મુજબ લાઠી અને અમરેલી તઈને બાઈક પર લાલાવદર વાડીએ રાતના બાર વાગ્યે પહોંચ્યા હતા. બબલુએ મુકેશનું ગળું દબાવી ગળામાં ચુંદડી વીંટી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ ભૂરાએ મુકેશની પત્ની ભૂરીબેનનું પણ ગળું દબાવીને પતાવી હતી અને આ ઘટનાને ત્યાં રહેલી 8 વર્ષની બાળકીને પણ મોતને ઘાટ ઉતારી હતી અને બાદમાં ત્રણેયના મૃતદેહ કૂવામાં ફેંકી દીધા હતા.

અમરેલી એસપી કહ્યું કે, આ કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તથા ઝડપથી ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા ઝડપથી ચાર્જશીટ કરવામાં આવશે અને કેસમાં સ્પેશિયલ પીપીની નિમણુક માટેની કાર્યવાહી કરવામાં આવશે.