અમદાવાદ ક્રાઈમબ્રાંચની મોટી સફળતાઃ UP ના 6 ખતરનાખ ગેંગસ્ટરની કરી ધરપકડ

આ લોકોનું પ્લાનિંગ ગુજરાતમાં જ્વેલર્સના શો-રૂમને ટાર્ગેટ કરીને તેમાં ચોરી કરવાના ઈરાદા સાથે આવ્યા હતા

Share:

હાઈલાઇટ્સ

  • આ લોકોએ ઉત્તર પ્રદેશમાં હત્યા, લૂંટ, હથિયારોની હેરાફેરી, ગેંગસ્ટર સહિત અનેક ગુનાઓને અંજામ આપ્યો છે
  • આ લોકો ઉત્તરપ્રદેશના ખતરનાક ગેંગસ્ટર છે

અમદાવાદ ક્રાઈમબ્રાંચે ઉત્તરપ્રદેશની ગેંગના 6 લોકોની ધરપકડ કરી છે. આ લોકો પોતાના બદઈરાદાઓ સાથે ગુજરાતમાં આવ્યા હતા. આ લોકોનું પ્લાનિંગ ગુજરાતમાં જ્વેલર્સના શો-રૂમને ટાર્ગેટ કરીને તેમાં ચોરી કરવાના ઈરાદા સાથે આવ્યા હતા. પરંતુ આ લોકો પોતાના બદઈરાદાને અંજામ આપે એ પહેલા જ ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ કરી લીધી છે. 

ક્રાઈમબ્રાંચને આ લોકો વિશે બાતમી મળી કે અને બાદમાં તેમને પાલડી મ્યુઝીયમ AMTS બસ સ્ટેન્ડ પાસેના ફૂટપાથ પરથી ઝડપી લેવામાં આવ્યા છે. 

આ તમામ ગઠીયાઓ યુપીમાં પણ પોતાની એક ગેંગ ચલાવે છે અને યુપીમાં પણ આ લોકો પર અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે શાહિદ અલી પઠાણ, રાજેન્દ્રસિંહ જાદવ, લેખરાજ યાદવ, સત્યરામ ઉર્ફે વિદાયક યાદવ તેમજ રવિ ફકીરની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ પાસેથી ત્રણ દેશી તમંચા, 18 નંગ મોટા કારતુસ ,ત્રણ મોબાઈલ ફોન, બે ખાતરિયા, એક કટર, બે સ્ક્રુ ડ્રાઇવર તેમજ રોકડા રૂપિયા મળીને 74 હજારથી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ લોકોએ ઉત્તર પ્રદેશમાં હત્યા, લૂંટ, હથિયારોની હેરાફેરી, ગેંગસ્ટર સહિત અનેક ગુનાઓને અંજામ આપ્યો છે. અને હવે આ લોકો ગુજરાતમાં આતંક મચાવવા માટે આવ્યા હતા.UP માં આ 6 લોકો પર 100 જેટલા ગુના નોંધાયેલા છે. 

આરોપીઓ વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશનાં ચંબલ, બદાયું, મુરાદાબાદ તેમજ બીજનોર જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ તમામ આરોપીઓને ઉત્તર પ્રદેશની લોકલ પોલીસ ઓળખે છે, જેથી જ તેઓ હવે ઉત્તર પ્રદેશમાં કોઈપણ ઘટનાને અંજામ આપી નથી શકતા.