Ahmedabad Civil Hospital: બાળકો માટે યોજાશે

મેડિકલ વેલ્યુ ટ્રાવેલનું બેનમૂન ઉદાહરણ એટલે અમદાવાદ સીવિલ મેડિસિટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલ દ્રારા દર વર્ષે આયોજિત થતો "બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ"

Courtesy: Amit Chauhan

Share:

હાઈલાઇટ્સ

  • ૧૬ માં ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમા ૧૫ દેશોના તબીબો જોડાયા
  • નેપાળ, બાંગ્લાદેશ, કેન્યાના દર્દીઓ ઉપરાંત ભારતના ૧૫ રાજ્યોના બાળકોની આ જટીલ સર્જરી વર્કશોપમાં કરાશે

ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલ ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મેડિકલ વેલ્યુ ટ્રાવેલનું 
બેનમૂન ઉદાહરણ છે. આ હોસ્પિટલમાં છેલ્લા ૧૬ વર્ષથી ઈંડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ હાથ ધરવામાં આવે છે. એવા બાળકો
કે જેઓને જન્મજાત પેશાબની કોથળીમા લીકેજની સમસ્યા હોય તેઓ આ પ્રકારના બાળકોની અત્યંત જટિલ સર્જરી આ વર્કશોપમાં 
નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવે છે.

Bladder Exstrophy
Bladder Exstrophy Amit Chauhan

વર્ષ ૨૦૨૪ ના પ્રારંભે યોજાયેલ  બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમા ૧૫ જેટલા વિવિધ દેશોમાંથી નિષ્ણાત તબીબો આવ્યા છે.
જેમાં USA, Qatar,Israel,Canada,Philippines, Colombia,Lebanon,Uzbekistan,
Kazakhstan,Argentina, Ghana,Estonia,Kenya,Ethiopia અને India ના તબીબોનો સમાવેશ 
થાય છે. નેપાળ કેન્યા બાંગ્લાદેશ જેવા દેશો સહિત ભારતના ૧૫ રાજ્યોમાંથી આવેલા  બાળકોની આ બ્લેડર એસ્ટ્રોપીની સમસ્યા આ 
વર્કશોપ માં દૂર કરવામાં આવશે. 

અત્રે નોંધનીય બાબત એ પણ છે કે ,આ બ્લેડર રેસ્ટોફીની સર્જરી અંદાજિત સાત થી ૮ કલાક ચાલતી હોય છે.
આમ લગભગ ૧૬૦ જેટલા બાળકોને આ વર્કશોપ માં એક્ઝામ કરવામાં આવશે .
તેમાંથી અત્યંત ગંભીર સમસ્યા ધરાવતા અને તાકીદે જરૂરિયાત હોય તેવા જ બાળકોના આ બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી કરીને તેમને 
સમસ્યામાંથી ઉગારવામાં આવશે.