Vadodara: હરણી તળાવમાં બોટ પલટી; વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત સાતના મોત

વડોદરા શહેરની સનરાઈઝ સ્કુલના બાળકો આજે હરણી તળાવમાં પ્રવાસ માટે આવ્યા હતા. જે બોટમાં તેઓ તળાવમા હતાં તે જ બોટ પલટી જતા તેમાં બેઠેલા સાત વિદ્ધાર્થીઓના મોત નીપજ્યાં હતા અને બે શિક્ષકોએ પણ પોતાની જાન ગુમાવી હોવાનું જાણવા મળે છે.

Courtesy: rescue operation in vadodara

Share:

હાઈલાઇટ્સ

  • વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક: મુખ્યમંત્રી
  • દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના અપાઈ

વડોદરા શહેરની સનરાઈઝ સ્કુલના બાળકો આજે હરણી તળાવમાં પ્રવાસ માટે આવ્યા હતા. જે બોટમાં તેઓ તળાવમા હતાં તે જ બોટ પલટી જતા તેમાં બેઠેલા સાત વિદ્ધાર્થીઓના મોત નીપજ્યાં હતા અને બે શિક્ષકોએ પણ પોતાની જાન ગુમાવી હોવાનું જાણવા મળે છે.
અન્ય કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ છે. સાત જેટલા વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં 
ખસેડવામાં આવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનૂસાર બોટમાં 23 બાળકો સહિત 4 શિક્ષકો હાજર હતા અને તૈ પૈકીના પાંચથી વધુ હજુ પણ લાપત્તા છે. 

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. ફાયર બ્રિગેડે બચાવ કામગીરીની 
હાથ ધરી હતી અને 5થી 6 વિદ્યાર્થીઓને તળાવમાંથી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનુ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છે. વડોદરાના મેયર પિંકી સોનીએ જણાવ્યુ હતુ કે, ઘટનાની જાણ થતાં જ અમે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી અને હોસ્પિટલને પણ તૈયાર રહેવા માટે સુચના આપી દીધી હતી. અત્યારે બચાવ કામગીરી ચાલુ છે. 

જવાબદાર સામે ગુનો દાખલ કરોઃ વિપક્ષ નેતા
અમી રાવત વડાદરા મ્યુનિસિપાલીટીના વિપક્ષનેતા છે જેમણે આ ઘટના માટે જવાબદાર લોકો સામે માનવ વધનો ગુના દાખલ કરવા માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે અગાઉ પણ આવી ઘટના બની હતી પરંતુ કોર્પોરેશનના સત્તાધીશોએ તેમાથી શીખ લીધી નથી. જેના કારણે ફરીથી એ ઘટનાનું પુનરાવર્તન થયુ છે. અમને જે માહિતી મળી છે તે મુજબ બોટમાં સવાર તમામને લાઈફ જેકેટ નહોતા આપવામાં આવ્યા. આના માટે જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવા જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટના બને નહીં અને લોકોએ પોતાની જાન ગુમાવવી પડે નહીં. 

10થી 11 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યાઃ ફાયર ઓફિસર
પાર્થ બ્રહ્મભટ્ટ, વડોદરાના ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, મોટનાથ તળાવમાં વડોદરા ફાયર વિભાગની તમામ 6 ટીમો દ્વારા રેસ્કુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેમને બચાવી લેવાયા છે તેમને જાનવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે 10થી 11 બાળકોને રેસ્ક્યૂ કર્યા છે. તેમને ઘટનાસ્થળે સીપીઆર આપ્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને 
હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

<blockquote class="twitter-tweet"><p lang="gu" dir="ltr">વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. <br><br>દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.…</p>&mdash; Bhupendra Patel (@Bhupendrapbjp) <a href="https://twitter.com/Bhupendrapbjp/status/1747958876123889797?ref_src=twsrc%5Etfw">January 18, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

 

મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યુ 
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. 

તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.

Tags :