સાવધાનઃ જો આજે દારૂ પીને ક્યાંય નિકળ્યા તો, નવા વર્ષની સવાર જેલમાં થશે! સતર્ક છે અમદાવાદ પોલીસ

31મીની ઊજવણીએ વધુમાં વધુ પોલીસ તહેનાત રહે અને ક્યાંય ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક નિયમન માટે પોલીસ તહેનાત રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Courtesy: Gujarati Jagran

Share:

હાઈલાઇટ્સ

  • જે લોકો આજે છાકટા બનીને બેફામ ડ્રાઈવિંગ કરશે તેમની ખેર નથી
  • આ ઉપરાંત ઉજવણીમાં યુવતીઓને કોઈ તકલીફ ન પડે તે માટે She ટીમ એલર્ટ પર રહેશે અને દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ ટીમ હાજર રહેશે. 

 

આજે 31st અને ન્યુયર સેલીબ્રેશનને લઈને અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ઉજવણી થવાની છે. ત્યારે કેટલાય નબીરાઓ પોતાની વાહિયાત તરસ છુપાવવા માટે દારુ પીને પણ નિકળશે એ વાત નક્કી છે. તો કેટલાય નશેડીઓ તો ડ્રગ્સ અને ગાંજાનો નશો કરીને પણ 31st નું સેલીબ્રેશન કરવા નિકળશે. પરંતુ આવા લોકોની હવે ખેર નથી કારણ કે અમદાવાદ પોલીસ આજે આવા લોકોને શોધી-શોધીને જેલના સળીયા પાછળ મોકલવા માટે તૈયાર છે. 

પોલીસ જવાનો 3 હજાર બ્રેથલાઇઝર્સ, 14 સ્પોટ ડ્રગ ટેસ્ટિંગ કિટ્સ અને 52 ઇન્ટરેસ્પટર વાહનોથી સજ્જ કરવામાં આવ્યા છે. બ્રેથલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કિટ થકી પોલીસ શેરીઓમાં પણ ચેકિંગ કરશે અને જાણશે કે કોઇ દારૂ કે ડ્રગ્સનું સેવન કરીને તો ફરી નથી રહ્યુંને.

તમામ પોલીસ કંટ્રોલ રૂમમાં સિનિયર પોલીસ અધિકારી તહેનાત જ રહેશે. સોશિયલ મીડિયામાં ફેરવવામાં આવતી ક્લિપો કે તેમાં વાયરલ કરવામાં આવતા લખાણો અંગે સોશિયલ મીડિયાનું મોનિટરિંગ થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 31મીની ઊજવણીએ વધુમાં વધુ પોલીસ તહેનાત રહે અને ક્યાંય ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક નિયમન માટે પોલીસ તહેનાત રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ઉજવણીમાં યુવતીઓને કોઈ તકલીફ ન પડે તે માટે She ટીમ એલર્ટ પર રહેશે અને દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ ટીમ હાજર રહેશે. 

31 ડિસેમ્બરે રાત્રે ઉઝવણી દરમિયાન છાકટા બનીને પૂરપાટ ઝડપે વાહનો હંકારીને દૂષણ કરતા લોકોને રોકવા માટે શહેરના મુખ્ય રસ્તાઓ પર ઇન્ટરસેપ્ટર વ્હીકલ્સ મુકવામાં આવશે. 52 ઇન્ટરસેપ્ટર્સ ઉપરાંત પોલીસ જવાનોને પોકેટ કોપ્સ પણ આપવામા આવશે. જેનાથી તેઓ શંકમદ અને હિટ્રીશીટર અંગેની વિગતો જાણી શકશે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓની તાજેતરમાં એક બેઠક મળી હતી. જેમાં એવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે, હોટલ સંચાલકોને જરા પણ શંકાસ્પદ કંઇ જણાય તો તુરંત પોલીસને જાણ કરવામાં આવે એ રીતે સતર્ક કરવામાં આવે.