Rajkot: નવી કોર્ટ બિલ્ડીંગનું શનિવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા ઉદઘાટન

કોર્ટ બિલ્ડીંગમાં ૫૨ કોર્ટરૂમની સુવિધા તેમજ ન્યાયાધીશઓ માટે લાઈબ્રેરી તેમજ વિડીયો કોન્ફરન્સ હોલ, વકીલઓ માટે બારરૂમની વ્યવસ્થા

Courtesy: Amit Chauhan

Share:

હાઈલાઇટ્સ

  • આ નવીન બિલ્ડીંગમાં અંદાજિત ૭૫૦ થી ૮૦૦ વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત રહી શકે તેવું સુવિધાસભર રીતે તેને તૈયાર કરવામાં આવ્યું છે.

રાજકોટમાં બનાવવામાં આવેલી કોર્ટની અત્યાધુનિક ઈમારતનું શનિવારને તા. ૦૬ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી ડી.વાય ચંદ્રચુડના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે જે પ્રસંગે રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ  પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. કોર્ટની આ નવી ઈમારત ₹૧૧૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. તેમાં ૩૬,૫૨૦.૦૦ ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં ૦૫ માળના આ નવા  ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું ને પણ સમાવી લેવામાં આવી છે. 
આ કોર્ટ બિલ્ડીંગમાં ૫૨ કોર્ટરૂમની સુવિધા તેમજ ન્યાયાધીશઓ માટે લાઈબ્રેરી તેમજ વિડીયો કોન્ફરન્સ હોલ, વકીલઓ માટે બારરૂમ, સરકારી વકીલો માટે ચેમ્બરો, જજીસ માટે ચેમ્બરો, કોર્ટનાં સ્ટાફ તથા અરજદારઓ માટે કેન્ટીન, કોર્ટનાં સ્ટાફ -  અરજદારઓ માટે પાર્કીંગ તથા જજીસ માટે અલગથી પાર્કીંગ, લેડીઝ-જેન્ટસ ટોઈલેટ, સેન્ટ્રલ રેકર્ડ રૂમ તથા મુદ્દામાલ રૂમ અને સીસીટીવી સર્વેલન્સ સાથેની વિવિધ સવલતોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ દિવ્યાંગો માટે ટોઈલેટ તથા રેમ્પ વગેરે સવલતોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ નવીન બિલ્ડીંગમાં અંદાજિત ૭૫૦ થી ૮૦૦ વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત રહી શકે તેવું સુવિધાસભર રીતે તેને તૈયાર કરવામાં આવ્યું છે.
હાલ ૩૯ કોર્ટો રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળે બેસીને ન્યાયિક કાર્ય કરે છે. આ નવું બિલ્ડિંગ બનવાથી 52 કોર્ટો એક જ સ્થળે બેસીને કાર્ય કરી શકશે, જેનાથી ન્યાયિક પ્રક્રિયાને વેગ મળશે. 

New Court building in Rajkot
નવી ઈમારત ₹૧૧૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. તેમાં ૩૬,૫૨૦.૦૦ ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં ૦૫ માળના આ નવા ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું ને પણ સમાવી લેવામાં આવી છે Amit Chauhan


આ કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ અરવિંદ કુમાર, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ સુનિતા અગ્રવાલ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ એન. વી. અંજારીઆ, રાજકોટના એડમીનીસ્ટ્રેટીવ ન્યાયમુર્તિ એ.જે.શાસ્ત્રી, ગુજરાત હાઈકોર્ટના અન્ય ન્યાયમુર્તિ તથા રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયધીશ આર.ટી.વાછાણી, કાયદા સચિવ પી.એમ.રાવલ તથા રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલ રાજાણી ઉપસ્થિત રહેશે.