અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં CID ક્રાઈમની રેડ, ફેક ડોક્યુમેન્ટ્સના આધારે વિઝાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સીઆઈડી ક્રાઈમની ટીમે દરોડા પાડ્યા છે. ફેક ડોક્યુમેન્ટ્સના આધારે વિઝા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમની ટીમે 17 જગ્યાએ દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે.

Share:

હાઈલાઇટ્સ

  • અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં CID ક્રાઈમની રેડ
  • બોગસ દસ્તાવેજથી વિઝા આપવાનું કૌભાંડ પકડાયુ
  • પોલીસે મહત્વના દસ્તાવેજો કબજે કરી હાથ ધરી તપાસ

અમદાવાદઃ ગુજરાતીઓને વિદેશ જવાનો ભારે મોહ હોય છે. ત્યારે રાજ્યમાં એવા અનેક દલાલો છે કે જોએ ફેક ડોક્યુમેન્ટ્સના આધારે વિઝા અપાવતા હોય છે. ત્યારે આવા વિઝા કન્સલસ્ટન્સ સામે ક્રાઈમની ટીમે લાલ આંખ કરી છે. સીઆઈડી ક્રાઈમની ટીમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં આ દરોડા પાડ્યા છે. ક્રાઈમની ટીમે 17 જગ્યાએ દરોડા પાડ્યા હોવાની માહિતી સામે આવી છે. જે બાદ ટીમે વિઝ કન્સલ્ટન્ટની ઓફિસે દરોડા પાડીને કેટલાંક દસ્તાવેજો પણ કબજે કર્યા છે. જો કે, પોલીસે કમ્પ્યુટર વગેરે સીલ મારીને મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ આ કેસમાં કેટલાંક શખ્સોની ધરપકડના પણ ભણકારા વાગી રહ્યા છે. 

ત્રણ જગ્યાએ દરોડા 
બનાવની વિગતો એવી છે કે, ત્રણેક દિવસ પહેલાં એક શખસ બોગસ વિઝા સાથે ઝડપાયો હતો. ત્યારે સીઆઈડી ક્રાઈમની ટીમે પણ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના ભાગ રુપે સીઆઈડી ક્રાઈમની ટીમે અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં વિવિધ જગ્યાએ દરોડા પાડ્યા હતા. વિઝા કન્સલ્ટન્ટની ઓફિસે પોલીસે દરોડા પાડ્યા હતા. 

નકલી વિઝા કૌભાંડ 
આ દરોડા દરમિયાન પોલીસને કેટલાંક મહત્વના દસ્તાવેજો પણ મળ્યા છે. પોલીસની રેડમાં સામે આવ્યું કે, નકલી દસ્તાવેજોના આધારે વિઝા આપવામાં હતા. ત્યારે પોલીસની રેડમાં આ નકલી દસ્તાવેજના આધારે વિઝા આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે આ મામલે કેટલાંક દસ્તાવેજો કબજે કર્યા છે. સાથે જ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ કેસમાં કેટલાંક શખ્સોની ધરપકડ પણ થવાની શક્યતા છે. આ તપાસમાં મોટો ખુલાસો થઈ શકે છે. 

કબૂતરબાજ ઝડપાયો 
મહત્વનું છે કે, બે દિવસ પહેલાં કબૂતરબાજ બોબી પટેલનો સાગરીત કેયુર પટેલ વિસનગરથી ઝડપાયો હતો. આરોપી કેયુરે અનેક બોગસ પાસપોર્ટ બનાવડાવ્યા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. બોબી પટેલ અને તેના સાગરીતો વિદેશ જવા માગતા લોકોને ફેક ડોક્યુમેન્ટ્સ કે ફેક વિઝા પાસપોર્ટ દ્વારા વિદેશ મોકલતા હતા.