સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટીમાં છેડાયા શાસ્ત્રીય સંગીતના સૂર... દર્શકો થયા મંત્રમુગ્ધ

આ કાર્યક્રમમાં તબલા પર ઋષિકેશ જગતાપ અને તાનપુરા પર સિદ્ધયે પુરવતે અને સિતારવાદક શાકીર ખાને આ સાંજને શાસ્ત્રી સંગીતના સૂરોથી અદભુત રીતે શણગારી હતી

Share:

હાઈલાઇટ્સ

  • અહીંયા શાસ્ત્રીય સંગીતના એવા સૂર છેડાયા હતા કે સાંભળનારા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા
  • કાર્યક્રમ સાંભળ્યા પછીય કેટલાક દર્શકોએ તો એવું કહ્યું કે, ઈચ્છા તો એવી થાય છે કે શાસ્ત્રીય સંગીતના આ સૂરોને સાંભળે જ રાખીએ!

સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ભારત સરકારના સંસ્કૃતિ અને શિક્ષણ મંત્રાલય અને SPIC MACAY સહયોગથી એક સુરીલી શાસ્ત્રીય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. SPIC MACAY નો મૂળ હેતુ ભારતના વિશિષ્ઠ વારસાના વિવિધ પાસાઓ વિશે જાગૃતિ વધારીને ઔપચારિક શિક્ષણની ગુણવત્તાને સમૃદ્ધ બનાવવાનો છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ ગ્લોબલ યુનિવર્સિટીનો મૂળ હેતુ યુવાનોને સારૂ શિક્ષણ આપવાની સાથે મૂલ્યોને ગ્રહણ કરવા માટે યુવા મનને પ્રેરિત કરવાનો છે. 

Classical music
Classical music

આ સંગીત સંધ્યા એટલી અદભુત હતી કે શ્રોતાઓ શાસ્ત્રી સંગીતના અદભુત રસમાં ભળી ગયા હતા. આ કાર્યક્રમમાં તબલા પર ઋષિકેશ જગતાપ અને તાનપુરા પર સિદ્ધયે પુરવતે અને સિતારવાદક શાકીર ખાને આ સાંજને શાસ્ત્રી સંગીતના સૂરોથી અદભુત રીતે શણગારી હતી. અહીંયા શાસ્ત્રીય સંગીતના એવા સૂર છેડાયા હતા કે સાંભળનારા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. શાસ્ત્રીય સંગીતના ચાહકોએ આ સાંજને અને શાસ્ત્રીય સંગીતના કલાકારોને બિરદાવ્યા હતા અને તેમના વખાણ કર્યા હતા. 

રાગ બાગેશ્વરીથી આ અદભુત સાંજની શરૂઆત થઈ અને બાદમાં માણસને હિપ્નોટાઈઝ કરી દે તેવા સૂર છેડાયા હતા. આ સાથે જ સિતાર, તબલા અને તાનપુરો સહિતના સંગીત વાદ્યો એવા એકલય બનીને વાગ્યા કે સાંભળનારા પણ વાહ.... બોલી ઉઠ્યા. પ્રથમ મ્યુઝિકલ નોટ 40 મિનિટથી વધુ ચાલી હતી અને પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા. લોકો દરેક પ્રસ્તુતી પછી કલાકારોને તાળીઓથી વધાવતા હતા. 

Classical music
Classical music

સંગીત સંધ્યામાં કલાકારોનું પર્ફોર્મન્સ એટલું જોરદાર હતું કે, આખો કાર્યક્રમ ક્યાં પૂરો થઈ ગયો એ ખ્યાલ જ ન આવ્યો. કાર્યક્રમ સાંભળ્યા પછીય કેટલાક દર્શકોએ તો એવું કહ્યું કે, ઈચ્છા તો એવી થાય છે કે શાસ્ત્રીય સંગીતના આ સૂરોને સાંભળે જ રાખીએ! 

SPIC MACAY, સોસાયટી ફોર પ્રમોશન ઑફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચર અમોન્સ્ટ યુથ, ડૉ. કિરણ શેઠ દ્વારા વર્ષ 1977માં સ્થાપિત સ્વૈચ્છિક બિન-લાભકારી ચળવળ છે. સમગ્ર ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમો યોજીને સમાજનો ઉદ્દેશ્ય આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં જાગૃતિ અને ગર્વની ઉંડી ભાવના પેદા કરવાનો છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના સૌંદર્યને નિહાળવું એ બધા માટે ગર્વની ક્ષણ હતી. 
 

Tags :