CM ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું, PM મોદી સાથે મુલાકાત કરશે

CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યુ છે. આજે કેબિનેટની બેઠક પતાવ્યા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. બાદમાં ત્યાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે.

Share:

હાઈલાઇટ્સ

  • સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીથી તેડું આવ્યું છે
  • કેબિનેટ બેઠક બાદ દિલ્હી જવા માટે થશે રવાના
  • પીએમ મોદી સાથે વાયબ્રન્ટ સમિટ cથઈ શકે ચર્ચા

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અચાનક દિલ્હીનું તેડું આવ્યું છે. હવે તેઓ કેબિનેટ બેઠક પતાવ્યા બાદ દિલ્હી જવા માટે રવાના થશે. મહત્વનું છે કે, દિલ્હીમાં તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરશે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, વાયબ્રન્ટ સમિટને લઈ પીએમ મોદી સાથે ચર્ચા વિચારણા થઈ શકે છે. ત્યારે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા માટે રવાના થાય એવી શક્યતા છે. 

PM મોદી સાથે મુલાકાત 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સીએમે ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. જેથી તેઓ કેબિનેટ બેઠક પતાવ્યા બાદ દિલ્હી જવા માટે રવાના થઈ શકે છે. કેબિનેટ બેઠક પતાવ્યા બાદ સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થઈ શકે છે. દિલ્હીમાં તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે. વાયબ્રન્ટ સમિટને લઈ પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ચર્ચા વિચારણા થઈ શકે છે. પીએમ મોદી સાથે મુલાકાત થયા બાદ મોડી રાત્રે જ તેઓ દિલ્હીથી ગાંધીનગર પરત ફરશે એવા પણ રિપોર્ટ છે. 

આ ચર્ચા થઈ શકે 
પ્રાપ્ત માહિતી મુજબ, સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં આગમી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024 વિશે ચર્ચાઓ થશે. સરકારી પ્રોજેક્ટસ અંગે ચર્ચાઓ થઈ શકે છે. મહત્વનું છે કે, હાલ ફરી દેશમાં કોરોનાના કેસ નોંધાતા ચિંતા વધી છે, ત્યારે આ મુદ્દે પણ શક્ય છે કે ચર્ચા થઈ શકે છે.