માર્કશીટ ખોટી બનાવવી એ શિક્ષણ વિભાગ સામે ગુનો છે

માર્કશીટ ખોટી બનાવવી એ શિક્ષણ વિભાગ સામે ગુનો છે, એવું કોર્ટે અવલોકન કર્યુ અને ત્રણ આરોપીઓના જામીન રદ્દ કર્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • સેશન કોર્ટે ત્રણ આરોપીઓની જામીન અરજી કરી રદ્દ
  • ફેક માર્કશીટ બનાવીને ગેરકાયદે વિદેશ મોકલવાનું કાવતરું
  • વિવિધ દસ્તાવેજો સાથે ચેડા, શિક્ષણ વિભાગ સામેનો ગુનો

અમદાવાદઃ નકલી માર્કશીટ કેસમાં સેશન કોર્ટે ત્રણ આરોપીઓના જામીન રદ્દ કર્યા છે. વિઝા કન્સલ્ટન્સી ફર્મના ત્રણેય આરોપીઓને નકલી માર્કશીટ બનાવવી અને પેસ્લીપ બનાવવાના કેસમાં કોર્ટે તેમની જામીન માટેની અરજી રદ્દ કરી છે. કોર્ટે એવું અનુસર્યુ કે, વિદેશ જવા માટે નકલી માર્કશીટ બનાવવી એ એજ્યુકેશન સિસ્ટમ વિરુદ્ધનો ગુનો છે અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ સામે ગુનો બને છે. 

આરોપીઓના જામીન રદ્દ 
સેશન્સ જજ જે.એમ. બ્રહ્મભટ્ટની કોર્ટે 4 જાન્યુઆરીએ અમદાવાદની વિઝા કન્સલ્ટન્સી ફર્મ હાઇટેક એજ્યુકેશનના બે આરોપીઓ પૈકીના એક જીગર શુક્લાની જામીન અરજી ફગાવી દીધી હતી. બે દિવસ બાદ 6 જાન્યુઆરીએ કોર્ટે આરોપી દિપક પટેલ અને સ્નેહલ પટેલના જામીન રદ્દ કર્યા હતા. જેઓ અમદાવાદમાં આઉટ સોર્સ ઈન્ડિયા સ્ટડી અને ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ્સમાં છે.  

એજ્યુકેશન સિસ્ટમ સામેનો ગુનો 
તેમની નિયમિત જામીન અરજીઓ ફગાવી દેતી વખતે કોર્ટે ધ્યાનમાં લીધુ કે, આ પેઢીએ યુકે, યુએસએ અને કેનેડા જેવા વિવિધ દેશો માટે વિદ્યાર્થી વિઝા અથવા વર્ક પરમીટની સુવિધા આપવા માટે વિવિધ દસ્તાવેજોના પુરાવા સાથે ચેડા કર્યા હતા. કોર્ટે એવું પણ અવલોકન કર્યુ કે, ફેક માર્કશીટ બનાવવી એ એજ્યુકેશન સિસ્ટમ સામેનો એક ગુનો છે. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા કોર્ટે કહ્યું કે, તેમને જામીન આપી શકાય નહીં. કોર્ટે એવું પણ ધ્યાનમાં લીધું કે તપાસ ચાલુ છે અને  OSI સ્ટડી અને ઈમિગ્રેશન કન્સરલ્ટન્ટ પાસે પણ વિઝા કન્સલ્ટન્સી ફર્મ તરીકે કામ કરવા માટે માન્ય પરમીટ નથી.

આ એક છેતરપિંડી 
 તેઓ સંબંધિત દેશો તરફથી કામની અધિકૃતતા આપવામાં નિષ્ફળ ગયા છે. શુક્લાના જામીન રદ્દ કરતા કહ્યું કે, કોર્ટે એ વાતને ધ્યાનમાં રાખી કે હાઈટેક એજ્યુકેશને કોલેજની માર્કશીટ, ડિગ્રી પ્રમાણપત્ર, નકલી લેટર પેડ અને નકલી પે સ્લીપ સાથે છેતરપિંડી કરી છે. કોર્ટે કહ્યું કે, તેમની સામે આ ગંભીર ગુનો છે અને આ મામલે આગળ તપાસ ચાલુ છે.