Surat: પત્નીનો જન્મ દિવસ મનવા ગયેલા પરિવારની કારમાં લાગી ભયંકર આગ, સદનસીબે તમામનો બચાવ

સુરતમાં એક પરિવાર કારમાં નીકળ્યો હતો અને એ સમયે જ આગ લાગી હતી. આગ લાગતા આખા વિસ્તારમાં અફરા તફરી સર્જાઈ ગઈ હતી.

Share:

હાઈલાઇટ્સ

  • પત્નીની બર્થડે નીકળેલા પરિવારની કારમાં લાગી આગ
  • સદનસીબે કોઈ જાનહાનિ નહીં, બધા જ સકુશળ
  • ફાયર વિભાગે કારમાં લાગેલી આગ પર મેળવ્યો કાબૂ

સુરતઃ પત્નીનો જન્મદિવસ હોવાતી એક પરિવાર હોટલમાં જમવા માટે ગયો હતો અને તેમની સાથે એક ઘટના બની હતી. પરિવારની કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના જિલાણી બ્રીજ પર ચાલુ કારમાં લાગી હતી. જો કે, આ ઘટનામાં પરિવારના ચારેય સભ્યોનો સુખદ બચાવ થયો હતો. આસપાસમાંથી પસાર થઈ રહેલાં વાહન ચાલકોએ પણ મદદ માટે હાથ લંબાવ્યો હતો. જ્યારે પરિવારના સભ્યો કારમાંથી બહાર નીકળ્યા ત્યારે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. 

બર્થડે ઉજવવા નીકળ્યા હતા 
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શૈલેષ કાકડિયા નામની વ્યક્તિ પોતાના પરિવાર સાથે તેમની પત્ની પત્નીની બર્થડે ઉજવવા માટે નીકળ્યા હતા. જ્યારે તેઓ જિલાણી બ્રીજ પર પહોંચ્યા ત્યારે અચાનક તેની કારમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. એ સમયે તેઓએ પોતાની કારને ઊભી રાખી હતી અને તેમાંથી પરિવારના તમામ સભ્યો બહાર આવી ગયા હતા. જો કે, આ દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હતી. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલાં વાહનચાલકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. 

ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો 
ઘટનાની જાણ થયા બાદ ફાયર વિભાગ પહોંચ્યું હતુ. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી નહોતી. આ ઘટના બનતા સમગ્ર રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો અને અફરા તફરી સર્જાઈ હતી. આખરે કારની આગ પર કાબૂ મેળવાયો તો ફાયર વિભાગ સહિત તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.